Site icon Revoi.in

મોરબીની ગોઝારી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ અને આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

Social Share

અમદાવાદઃ મોરબીના ઝૂલતા પુલ તૂટી જવાથી 135થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાને લીધે લોકો મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષો અને લોકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તેમજ લોકો જોડાયા હતા. નરોડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારી દ્વારા પણ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં કાર્યકર્તાઓ અને લોકો હાજર રહ્યા હતા. તમામ લોકોએ કેન્ડલ સળગાવી અને મૃતકોની આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

મોરબી શહેરમાં રવિવારે સાંજે બનેલી દુર્ઘટનાથી સમગ્ર રાજ્યના લોકોમાં શોકનું મોજો ફરી વળ્યું છે અને ગમગીની છવાયેલી છે. અનેક નિર્દોષ બાળકો મહિલાઓ અને વૃદ્ધોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોની આત્માને શાંતિ આપવા માટે અલગ અલગ જગ્યાએ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ.  અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રભારી બિમલ શાહ સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત લોકો પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નરોડા વિધાનસભાના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારી દ્વારા આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો પણ જોડાયા હતા અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અન્ય વિસ્તારોમાં પણ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Exit mobile version