Site icon Revoi.in

CBSE એ ધોરણ 12 ની પરીક્ષાઓ માટે ડેટશીટ જાહેર કરી,2જી જાન્યુઆરીથી પ્રેક્ટિકલ અને 15મી ફેબ્રુઆરીથી થિયરી 

Social Share

દિલ્હી:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને તેમની ડેટશીટ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.જાહેર થયેલી ડેટશીટ મુજબ, ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.

CBSE એ પહેલાથી જ શૈક્ષણિક સત્ર 2022-23 માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે.તદનુસાર, 02 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે.

જાહેર કરાયેલી ડેટશીટ મુજબ, ધોરણ 12 માટે 16 ફેબ્રુઆરીએ બાયોટેકનોલોજી, 17 ફેબ્રુઆરીએ બેન્કિંગ, 20 ફેબ્રુઆરીએ હિન્દી, 21 ફેબ્રુઆરીએ ડેટા સાયન્સ, 22 ફેબ્રુઆરીએ AI, 24 ફેબ્રુઆરીએ અંગ્રેજી, 25 ફેબ્રુઆરીએ માર્કેટિંગ, 27 ફેબ્રુઆરીએ એગ્રીકલ્ચર, 28 ફેબ્રુઆરીએ કેમેસ્ટ્રી, 2 માર્ચે જીયોગ્રાફી, 6 માર્ચે ફીઝીક્શ, 9 માર્ચે લીગલ સ્ટડીઝ , 11 માર્ચે ગણિત વિષયની પરીક્ષા હશે.

તમે આ રીતે ડેટશીટ ડાઉનલોડ કરી શકશો

સ્ટેપ 1: ડેટશીટ જાહેર થયા પછી, સૌ પ્રથમ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in ની મુલાકાત લો.

સ્ટેપ 2: હોમ પેજ પર, CBSE 10મી અને 12મી બોર્ડ પરીક્ષા 2023ની ડેટશીટની PDF લિંક જોવા મળશે.

સ્ટેપ 3: વિદ્યાર્થીઓ તેના પર ક્લિક કરીને 10મી કે 12મી બોર્ડની પરીક્ષાની ડેટશીટ ચેક અને ડાઉનલોડ કરી શકશે.

સ્ટેપ 4: વિદ્યાર્થીઓ ડેટશીટની પ્રિન્ટઆઉટ લઈ શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.