Site icon Revoi.in

CBSE ઘોરણ 10-12 બોર્ડની પરિક્ષાઓને લઈને માર્ગદર્શિકા રજૂ, માત્ર એડમિટ કાર્ડથી નહી મળે એન્ટ્રી ,ડોક્યૂમેન્ટસ સહીત યુનિફોર્મ ફરજિયાત

Social Share

દિલ્હીઃ- ઘોરમ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરુ થઈ ગઈ છે ત્યારે સીબીએસઈ બોર્ડ દ્રારા  આ પરિક્ષાઓને લઈને ગાઈડલાઈન રજૂ કરવામાં આવી ચૂકી છએ જેનું દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત પાલન કરવાનું રહેશે જો કે આ વખતે બોર્ડ દ્રારા ઠોસ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જારી કરેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી આ દિશાનિર્દેશોનું પાલન નહીં કરે તો તેને પરીક્ષા કેન્દ્ર પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બોર્ડ દ્વારા ડ્રેસ કોડ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ડ્રેસ કોડની વાત કરીએ તો સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મમાં જ પરીક્ષા આપવી પડશે. આ સિવાય અન્ય કોઈ ડ્રેસ કોડ નથી.  જો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમારે સ્કૂલ યુનિફોર્મ પહેરવું ફરજિયાત છે.

આ સિવાય એડમિટ કાર્ડ સાથે એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ સાથે વિદ્યાર્થીઓએ તેમનું શાળાનું આઈડી કાર્ડ પણ સાથે રાખવું પડશે. એટલે કે શાળાનું આઈડી કાર્ડ અને ધોરણ 10 12નું એડમિટ કાર્ડ લેવામાં આવશે તો જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં દાખલ કરવામાં આવશે.

CBSE 12મા બોર્ડની પરીક્ષા 13મી ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ પહેલેથી જ જારી કરવામાં આવ્યા હતા. બિહારના લાખો વિદ્યાર્થીઓ 12માની બોર્ડની પરીક્ષામાં બેસશે. 10ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓને નકલી વેબસાઈટથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. બોર્ડે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે ઘણી નકલી વેબસાઈટ ખોટી માહિતી ફેલાવી રહી છે. તેમના પર ધ્યાન ન આપો.