Site icon Revoi.in

મંકીપોક્સના વધતા જોખમને લઈને કેન્દ્ર સતર્ક – સ્થિતિની સમિક્ષા અને નિવારણ માટે ટાસ્ક ફોર્સની રચના

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સને લઈને ચિંતા વધી છે અત્યાર સુધી નોંધાયેલા કેસે દેશમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે.અત્યાર સુધી કુલ 4 સંક્રિમત મળી આવ્યા છે ત્યારે ત્યારે હવે કેન્દ્ર પણ આ વાયરસને લઈને સતર્ક બન્યું એક તરફ જ્યા કોરોનાના કેસો હજી આવી રહ્યા છે ત્યા સરકાર સામે મંકીપોક્સ નવો પડકાર સાબિત થાય તો નવી વાત નહી હોય.

સરકારે સતર્કત થઈને મંકિપોક્સ પર દેખરેખ રાખવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.જાણકારી મળી રહી છે કેઆ ટીમનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ કરશે અને ટીમના સભ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ફાર્મા અને બાયોટેકના સચિવોને પણ સામેલ કરાયા છે.

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટાસ્ક ફોર્સની રચના પર વિચારણા કરવામાં આવી હતી. આ દરમિયાન, રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંગઠન અને આરોગ્ય મહાનિર્દેશકને મંકીપોક્સ સંબંધિત કેસોની દેખરેખ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે મંકીપોક્સ સામે લડત આપવા અને સતત કામ કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ટાસ્ક ફોર્સ સરકારને પરીક્ષણ સુવિધાઓના વિસ્તરણથી લઈને રસીની તૈયારી સુધીના માર્ગદર્શિકા આપવા તત્પર રહેશે

મંકીપોક્સને પહોંચી વળવા અને મંકીપોક્સના ફેલાવાને રોકવા માટે તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન આ ટાસ્ક ફોર્સનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે  આ અંગેની માહીતી આપી હતી કેહવામાં આવ્યું કે નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલની દેખરેખ હેઠળ પાંચ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ ઉપરાંત બાયોટેકનોલોજી વિભાગના સચિવ અને ફાર્મા સાથે સંબંધિત ટોચના અધિકારીઓ પણ સામેલ હશે.