Site icon Revoi.in

કેન્દ્ર એ મહારાષ્ટ્ર અને લદ્દાખ સહીત કુલ 13 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા, જાણો સમગ્ર યાદી

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં કેન્દ્રની સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગસિંહ સોશિયારીનું રાજીનામું સ્વિકારી લીધુ છે છે અને તેમના સ્થાને ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે જો કે એટલું જ નહી કેન્દ્ર દ્રારા કુલ 13 રાજ્યોના રાજ્.યપાલ બદલવામાં આવ્યા છે જેના લદ્દાખના રાજ્યપાલનો પણ સમાવેશ થાય છે.

આ 13 રાજ્યોમાં લદ્દાખ, મહારાષ્ટ્ર, બિહાર ,અરુણાચલ પ્રદેશ, આંઘ્રપ્રદેશ , સિક્કીમ, છત્તીસગઢ, મણીપુર, ઝારખંડ ,હિમાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડનો સમાવેશ થાય છે.

જો લદ્દાખના રાજ્યપાલની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે.લદ્દાખના ઉપરાજ્યપાલ રાધા કૃષ્ણ માથુરનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

આંઘ્રપ્રદેશના રાજ્યપાલને પણ બદલવામાં આવ્યા છે હવે પૂર્વ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  તો બીજી તરફ સેવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈકને અરુણાચલ પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને બનાવવામાં આવ્યા. સીપી રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.તો શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

 આ સાથે જ આસામમાં પણ ફેરબદલ કરાઈ છે જે પ્રમાણે એસામમાં લાબચંદ કટારિયાને રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તો આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદનને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છત્તીસગઢના રાજ્યપાલ સુશ્રી અનુસુયા ઉઇકેને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તો  મણિપુરના ગવર્નર લા ગણેશનને નાગાલેન્ડના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,બિહારના રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણની મેઘાલયના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

Exit mobile version