Site icon Revoi.in

ટોમેટો ફ્લુને લઈને કેન્દ્ર એ તમામ રાજ્યો માટે ગાઈડલાઈન જારી કરી  – જાણો શું હોય છે આ રોગના લક્ષણો

Social Share

 

દેશભરમાં કોરોના અને મંકિપોક્સ બાદ હવે ટોમેટો ફ્લૂનો ખતરો મંડળાઈ રહ્યો છે, આ રોગ બાળકોમાં વધુ જોવા મળે છે  અત્યાર સુધી દેશમાં બાળકોમાં ટામેટા ફ્લૂના 82 થી વધુ કેસ નોંધાયા છે,જ્યારે હવે આ બાબતે કેન્દ્રએ વિતેલા દિવસને મંગળવારે રાજ્યોને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

આ સાથે જ કેન્દ્ર એ જણાવ્યું કે આ વાયરલ રોગની સારવાર માટે કોઈ ચોક્કસ દવા નથી. બાળકોમાં જોવા મળતો આ એક માત્ર હાથ, પગ અને મોંનો રોગ છે અથવા તે તેનું એક પ્રકાર પણ હોઈ શકે છે. ભારતના દરેક ભાગમાં આ રોગ પહેલાથી જ બાળકોમાં જોવા મળે છે. નવા રોગને નામ આપવા માટે, પ્રથમ સંશોધન અને પરીક્ષણો દ્વારા રોગની ઓળખ કરવી જરૂરી છે.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે આ રોગ કોરોના વાયરસની જેમ ઝડપથી ફેલાતો નથી અને મંકીપોક્સની જેમ જીવલેણ સાબિત થતો નથી. બાળકોને આરામ કરાવો, તેમને શાળાએ જવા અને રમવા ન દો, બાળકોને પ્રવાહી આપતા રહો. જોકે, દક્ષિણના કેટલાક રાજ્યોમાં આ રોગ ફાટી નીકળ્યા બાદ રાજ્ય સરકારોના સ્તરે સાવચેતી રાખવામાં આવી રહી છે.

કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને આ રોગના લક્ષણો અને આડ અસરો વિશે માહિતગાર કરવા જોઈએ, ટમેટો ફલૂ વાયરસ અન્ય વાયરલ ચેપ તાવ, થાક, શરીરમાં દુખાવો અને ત્વચા પર ચકામા જેવા જ લક્ષણો દર્શાવે છે. 

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ચોમેટા ફ્લૂ એ એક વાયરલ રોગ છે, જેનું નામ તેના મુખ્ય લક્ષણ પરથી પડ્યું છે- શરીરના ઘણા ભાગો પર ટમેટાના કદના ફોલ્લા. તે સ્વ-હીલિંગ રોગ છે, કારણ કે થોડા દિવસો પછી લક્ષણોમાં સુધારો થાય છે. થાક, ઉબકા, ઉલટી, ઝાડા, તાવ, ડિહાઇડ્રેશન, સાંધાનો સોજો, શરીરમાં દુખાવો અને સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણોનો પણ સમાવેશ થાય છે.

કેરળના કોલ્લમ જિલ્લામાં ટોમેટો ફ્લૂનો પ્રથમ કેસ મે માં નોંધાયો હતો અને 26 જુલાઈ સુધી સ્થાનિક સરકારી હોસ્પિટલો દ્વારા પાંચ વર્ષથી ઓછી ઉંમરના 82 થી વધુ બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. જર્નલના અહેવાલ મુજબ, કેરળના કોલ્લમમાં 6 મેના રોજ ટોમેટો ફ્લૂનો પહેલો કેસ જોવા મળ્યો હતો અને ત્રણ મહિનામાં આ રોગે 82 બાળકોને પોતાની ઝપેટમાં લીધા છે. કેરળ ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક અને ઓડિશામાં પણ આ રોગથી પીડિત બાળકો જોવા મળ્યા છે.