Site icon Revoi.in

સોશિયલ મીડિયા ફરિયાદોને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય- ત્રણ ગ્રીવન્સ એપેલેટ કમિટીને સૂચિત કર્યા

Social Share

દિલ્હીઃ- સામાન્ય નાગરીકથી લઈને અનેક મોટા નેતાઓ સુધી દરેક લોલો સોશિયલ મીડિયાઓ સાથે જોડાયેલા છે મોટા બાગના લોકો અનેક પ્લેટ ફઓર્મ પર છે  ખાસ કરીને માહિતી મેળવવી હોય કે કોઈ સમાચાર જાણવા હોય કે મનોરંજન મેળવવા હોય, આ બધું આપણે મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરીએ છીએ. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે આપણને સોશિયલ મીડિયા પર કોઈ પણ કન્ટેન્ટમાં સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં, ઘણી વખત અમારી પાસે ફરિયાદ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી.

જો કે હવે ફરીયાદ માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છએ જે પ્રમાણે સરાસરે ત્રણ સમિતિઓને આ કાર્યો સૂચિત કર્યા છે વિગત પ્રમાણે કેન્દ્ર સરકારે વિતેલા દિવસને શુક્રવારે સોશિયલ મીડિયા અને અન્ય ઈન્ટરનેટ-આધારિત પ્લેટફોર્મ્સ સામે યુઝરની ફરિયાદોનો સામનો કરવા માટે ત્રણ ગ્રીવન્સ એપેલેટ કમિટી (GACs) ને સૂચિત કર્યા છે.

નોટિફિકેશન મુજબ દરેક સમિતિમાં એક અધ્યક્ષ અને વિવિધ સરકારી સંસ્થાઓના બે પૂર્ણ-સમયના સભ્યો અને ઉદ્યોગમાંથી નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ હશે. ચાર્જ સંભાળ્યા બાદ તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સામગ્રી અને અન્ય મુદ્દાઓ અંગે નોંધાયેલી ફરિયાદોનો સંતોષકારક નિકાલ કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

આઇટી નિયમોમાં ફેરફાર કરીને ત્રણ મહિનામાં અપીલ સમિતિઓની રચના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિઓ મેટા અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા સામગ્રીના નિયમન સંબંધિત નિર્ણયોની સમીક્ષા કરી શકશે.

ગૃહ મંત્રાલયના અંતર્ગત ભારતીય સાઈબર અપરાધ સમિતિ કેન્દ્રના મુખ્ય કાર્યકારી અધિકારીને પ્રથમ સમિતિના ચેયરમેન બનાવવામાં આવ્યા છે. ચના અને પ્રસારણ મંત્રાલયમાં નીતિ અને વહીવટ વિભાગના પ્રભારી સંયુક્ત સચિવ બીજી સમિતિના અધ્યક્ષ હશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના વરિષ્ઠ વૈજ્ઞાનિક કવિતા ભાટિયા ત્રીજી સમિતિના અધ્યક્ષ હશે