Site icon Revoi.in

 મધ્ય અમેરિકાના કોસ્ટા રિકા અને પનામામાં તીવ્ર  ભૂકંપના આંચકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં ભૂકંપ આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે, અફઘાનિસ્તાન, તુર્કિ, ચીન, જાપાન સહીતના દેશોમાં અવારનવાર ભૂકંપ આવતો હોય છે આ સહીત ભારતના કેટલાક વિસ્તારોમાં પમ અનેક વખત ભૂકંપના ભયાનક આચંકાઓ આવતા હોય છે ત્યારે હવે મધ્ય અમેરિકાની ઘરા પણ ઘ્રુજતી જોવા મળી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્ય અમેરિકના દેશોની ઘરતી ઘ્રુજી છે,જેમાં કોસ્ટા રિકા અને પનામામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા  6.4 માપવામાં નોંધાી છે.

આ સહીત  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, કોસ્ટા રિકાની રાજધાની સેન જોસમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ  31 કિલો મીટરની ઉંડાઈ પર નોંધાયું હતું. હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.પરંતુ આચંકાઓ ભયાનક હતા જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

તો બીજી તરફ  યુએસ જિયોલોજિકલ સર્વે  પ્રમાણે , મંગળવારે પનામાના દરિયાકાંઠે 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપથી નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. અહી આવેલા  ભૂકંપનું કેન્દ્ર ચિરીકી પ્રાંતમાં બોકા ચિકાથી લગભગ 72 કિલો મીટરની દૂરીએ દક્ષિણમાં નોંધવામાં આવ્યું હતું,