Site icon Revoi.in

સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકતના ગુનોમાં 5 વર્ષની કેદ

Social Share

અમદાવાદ, 30 ડિસેમ્બર 2025: Central Excise Inspector gets 5 years in prison in disproportionate assets case કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં સીબીઆઈ કોર્ટે 5 વર્ષની કેદની સજા ફટકારી છે. એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેકટર એવા આરોપી કૌશિક કારેલિયા તત્કાલીન એપ્રેઝર/પ્રિવેન્ટિવ ઓફિસર, કંડલા SEZ માં કામ કરતા હતા અને હાલ ભાવનગરમાં કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. આરોપી કૌશિક કારેલિયાને  કોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કઠોર કેદ 63 લાખના દંડની સજા ફટકારી છે. જ્યારે કારેલિયાના પત્ની પૂજા કારેલિયાને આ કેસમાં સહાયતા માટે એક વર્ષની કેદ અને 50 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે.

આ કેસની વિગત એવી હતી કે, કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટર કૌશિક કારેલિયા સામે સીબીઆઈએ 12 વર્ષ પહેલા એટલે કેસ 30 સપ્ટેમ્બર, 2013 ના રોજ કેસ નોંધ્યો હતો. કૌશિક કાલેરિયા સામે આરોપ હતો કે આરોપીએ 01 સપ્ટેમ્બર, 2008થી 31 માર્ચ, 2013 ના સમયગાળામાં પોતાની જાણીતી આવકના સ્ત્રોત કરતાં 19.86 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. જે તેમની આવક કરતાં 130 % વધારે હતી. તપાસ દરમિયાન ચેક પીરિયડ વર્ષ 2004 થી 2013 સુધી વિસ્તારવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા પછી સીબીઆઈએ  03 સપ્ટેમ્બર, 2014 ના રોજ આરોપી કૌશિક કારેલિયા અને તેમની પત્ની પૂજા કારેલિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે, કારેલિયાઓ રૂપિયા 57.60 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. જે તેમની જાણીતી આવક કરતાં 183.5 ટકા વધારે છે. આ કેસ ચાલી જતા પુરાવાને આધારે સીબીઆઈ કોર્ટે સજા ફટકારી છે.

 

Exit mobile version