Site icon Revoi.in

ઉત્તર ભારતમાં 3-4 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના,ઠંડીનો પારો વધશે,હિમવર્ષાનો પણ પ્રકોપ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે ઉપરી રાજ્યો ઉત્તરભારત સહીતના વિસ્તારોમાં વરસાદ સહીત બરફ વર્ષાની શક્યતાઓ સેવાઈ રહી છે.તો દેશની રાજધાની દિલ્હીમાં શનિવારની સવારે ઠંડી હતી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે.

આજ રોજ શનિવારે સવારે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ‘ધુમ્મસ’ હતું. જેના કારણે વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી. જોકે, આઈજીઆઈ એરપોર્ટ પર એરક્રાફ્ટનું સંચાલન સરળતાથી ચાલુ રહ્યું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સવારે પંજાબ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં ગાઢ ધુમ્મસ નોંધાયું હતું. દિલ્હીમાં મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું. દિલ્હીમાં આજે સવારે 200 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.

બરફ અને વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ અને બરફ પડી શકે છે, જ્યારે 26 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીર સિવાય, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થવાની સંભાવનાઓસ સેવાી રહી છે.

તાપમાન ઘટવાની આગાહી

આ સાથે જ 27 ડિસેમ્બરે, આ રાજ્યો સિવાય, પૂર્વી યુપી, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, સમગ્ર રાજસ્થાન, ઓડિશા અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.