Site icon Revoi.in

ચીનમાં આવેલો છે એક અજબ ગજબ પહાડ -કહેવાય છે કે આ પહાડ ઈંડા આપે છે,જાણો શું  છે તેના પાછળની સાચી કહાનિ

Social Share

આપણે દેશભરમાં અને વિશ્વભરમાં અવનવી વાચો સાંભળીએ છે અનેક અજાયબીઓ જોઈ છે આજે આવી જ એક વાત કરીશું ચીનમાં આવેલા એક પહાડની,અજીબોગરીબ વસ્તુઓ અને અજાયબીઓથી ભરેલી આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે, જેની પાછળનું કારણ, તર્ક કે જવાબ કોઈની પાસે ઉપલબ્ધ નથી.એવો જ છે આ ચીનનો પહાડ

આ પહાડ આવેલો છે ચીનના ગીઝોઉ પ્રાંતમાં છે. અહીં એક એવો રહસ્યમય પહાડ પત્થરોથી ઘેરાયેલો આવેલો છે, જે દર ત્રીસ વર્ષે ઈંડા મૂકે છે. તમે વિચારતા હશો કે શું ખડક ખરેખર ઈંડું મૂકી શકે છે? પરંતુ આ બિલકુલ સાચું છે. ચીનનો આ અદ્ભુત પર્વત ઇંડા મૂકે છે. આ ખડક આ ઈંડાને ત્રીસ વર્ષ સુધી પોતાની અંદર રાખીને ઉછેર કરે છે. પાક્યા પછી, આ ઈંડા ખડકમાંથી પોતાની રીતે જ તે જૂદા થઈ જાય છે.

ચીનના આ રહસ્યમય પર્વતનું નામ ‘ચન-દન-યા’ છે, જેનો હિન્દીમાં શાબ્દિક અર્થ થાય છે “ઇંડા આપતો પથ્થર”. વર્ષોથી તમામ પ્રકારના તાપમાનમાં ઊભા રહેલા આ ખડકના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.

આ ઈંડા ખડકની ઊંચાઈ લગભગ 19 ફૂટ અને લંબાઈ 65 ફૂટ હોવાનું કહેવાય છે. અહીંના રહેવાસીઓ આ ઈંડાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માને છે. ખડક પર ચોંટેલા આ ઈંડા જમીન પર પડતાં જ લોકો તેને ઉપાડીને ભાગી જાય છે. આ ઈંડાનો રંગ કાળો હોય છે. અને તેઓ ઠંડા સપાટીના છે. જે ખડક મૂકે છે તેનો રંગ પણ કાળો હોય છે. આ ઇંડા અંડાકાર નાના સરળ પથ્થરો છે. વૈજ્ઞાનિકો હજુ પણ તેના અભ્યાસમાં વ્યસ્ત છે કે આવું કેમ થઈ રહ્યું છે?, પરંતુ હજુ સુધી તેઓ સફળ થયા નથી.