Site icon Revoi.in

બાળકો પણ બની શકે છે High BPનો શિકાર,જાણો આવું કેમ થાય છે?

Social Share

મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે કેવા પ્રકારની બીમારી કોને થઈ શકે અને તેનાથી કેવી રીતે બચી શકાય, મોટાભાગના લોકો એવું પણ વિચારતા હોય છે કે કેટલીક બીમારીઓ મોટી ઉમરના લોકોને જ થાય છે પણ આ વાત સો ટકા સાચી નથી કારણ કે આ વાત જાણીને તમને પણ શોક લાગશે કે બાળકો પણ હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપીનો શિકાર થઈ શકે છે.

આ બાબતે જાણકારો કહે છે કે બાળકોમાં હાઈપરટેન્શનના કેસ વધુ વધી રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. પહેલા ધોરણમાં ભણતા બાળકને પણ હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. અભ્યાસનો બોજ પરિવારનું દબાણ આવા અનેક કારણો છે જેના કારણે બાળક આ ગંભીર બીમારીનો શિકાર બની શકે છે.

આ ઉપરાંત ગમે તે ખાવાની આદત પણ હાઈ બીપીના દર્દી બનાવી શકે છે. આજકાલ માતા-પિતા પોતાનું ટેન્શન દૂર કરવા માટે બાળકોને પેકેટ કે જંક ફૂડ આપે છે. આના કારણે તેમની ઈચ્છા પૂરી થશે, પરંતુ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે.જો બાળકને હાઈ બીપી કે અન્ય સમસ્યાઓથી બચાવવું હોય તો તેની સાથે પાર્કમાં જઈને શારીરિક પ્રવૃત્તિ કરો. આ સિવાય તેને દિવસમાં એકવાર લીલા શાકભાજી ખવડાવો. જંક અથવા પેકેટ ફૂડથી દૂર રાખો તે માત્ર બાળકો માટે જ નહીં પરંતુ વડીલો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે બાળકોમાં હાઈ બીપીના કેસ ત્યારે જ ઘટશે જ્યારે માતા-પિતા તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સતર્ક રહેશે.