Site icon Revoi.in

યુએસમાં બાળકો પણ ઓમિક્રોનની ઝપેટમાં  -હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યામાં 4 ગણો વધારો

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વ હાલ ફરી કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે દિવસે દિવસે નવા વેરિએન્ટનો કહેર પણ વધી રહ્યો છે ત્યારે અમેરિકામાં ઓમિક્રોનનું જોખ વધતુ જોવા મળી રહ્યું છે ત્યારે આ વાયરસના નવા પ્રકારને લઈને કડક નિયંત્રણો લાગુ કરવા માટે મજબૂર છે. ત્યારે હવે સ્થિતિ એવી સર્જાય છે કે ઓમિક્રોનના વધતા જતા કેસોની વચ્ચે અમેરિકાના ન્યૂયોર્કમાં બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થયો છે.

આ સમગ્ર બાબતને લઈને ન્યુ યોર્કના આરોગ્ય અધિકારીઓએ ઓમિક્રોનના કેસોમાં વધારા સાથે હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યામાં વધારો નોંધ્યો હોવાની માહિતી આપી છે.. તે જ સમયે, વ્હાઇટ હાઉસે વિતેલા દિવસને રવિવારે કોરોનાના પરીક્ષણની અછતને શક્ય તેટલી વહેલી તકે હલ કરવાનો વાયદો કર્યો છે.

ન્યૂયોર્ક રાજ્યના આરોગ્ય વિભાગે શુક્રવારે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે “કોવિડ-19 ની ઝપેટમાં આવેલા બાળકોની હોસ્પિટલોમાં નવા દર્દીઓના દાખલ થવામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે.” આ સાથે જ માહબિતી આપવામાં આવી હતી કે “ન્યૂ યોર્ક સિટીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં ચાર ગણો વધારો થયો છે.

વિભાગે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા લગભગ અડધા બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી  છે. આ વય જૂથ હાલમાં રસી માટે અયોગ્ય છે માટે એ પણ ચિંતાનો મોટો વિષય છે.જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પર જો નજર કરીએ તો અમેરિકામાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં સરેરાશ રોજના 1 લાખ 90 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે