Site icon Revoi.in

બાળકો ઘરની દિવાલ પર પેઈન્ટિંગ કરે છે? તો સામાન્ય સ્ટેપ્સથી કરો દિવાલ સાફ

Social Share

બાળક જ્યારે નવું નવું પેન્સિલ કે ચોક પકડતા શીખે ત્યારે, તેને જ્યાં ત્યાં લખવાની કે ચિતરામણ કરવાની અલગ જ મજા આવતી હોય છે. હવે બાળક તો બાળક રહ્યુ, એને કેવી રીતે સમજાવી શકાય? આ કારણે ક્યારેક તો બાળકો ઘરની સારી દિવાલોની પણ હાલત ખરાબ કરી નાખતા હોય છે, તો આવામાં શું કરવું જોઈએ તેના વિશે જાણી લો.

જાણીને નવાઈ લાગશે કે તમારા દાંતને ચમકાવતી ટૂથપેસ્ટ તમારી દિવાલોને ચમકાવવામાં પણ અસરકારક સાબિત થશે.

તો સૌથી પહેલા, આ માટે સૌથી પહેલા તમારે વાસણો ધોવાનું સ્ક્રબ લેવું પડશે. તેના પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને દિવાલની નિશાનીવાળી જગ્યા પર ઘસો. જો ડાઘ વધારે ઘાટા હશે, તો સાફ કરવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ તમારા ઘરની દિવાલ પરના નિશાન સાફ થઈ જશે.

ઘણીવાર લોકો દિવાલ પરથી નિશાન સાફ કરવા માટે નેઇલ પોલીશ રીમુવરનો ઉપયોગ કરે છે. આ રીતે ઘરની દિવાલ તો સાફ થઈ જાય છે, પરંતુ દિવાલ પર સફાઈનું નિશાન રહી જાય છે. જેના કારણે તમારી દિવાલ વધુ ગંદી દેખાવા લાગે છે. તમારી દિવાલનો રંગ એકસરખો રાખવા માટે, તમારે નેઇલ પોલીશ રીમુવરથી દિવાલ સાફ કરતી વખતે આ ટિપ્સને ચોક્કસપણે અનુસરો.

ઉલ્લેખનીય છે કે જો તમારા ઘરમાં પણ બાળક છે અને તે પણ પેન પેન્સિલથી દિવાલોની ભરી દે છે તો ઘરમાં પેન પેન્સિલ જેવી વસ્તુઓને બાળકોની પહોંચથી દુર રાખવી જોઈએ. આ ઉપરાંત બાળકોને સફેદ કે બ્લેક બોર્ડ પણ લાવીને આપી શકાય છે જેથી કરીને ઘરની દિવાલ ચોખ્ખી રહી શકે છે.