Site icon Revoi.in

વરસાદની સિઝનમાં વાઈરલ રોગોથી બચશે બાળકો,વાલીઓએ આ તકેદારી રાખવી જોઈએ

Social Share

ચોમાસું ગરમીથી તો રાહત આપે જ છે સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. હવામાનમાં થતા બદલાવને કારણે પણ શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.ખાસ કરીને નાના બાળકો આ સિઝનમાં રોગ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ ઋતુમાં અનેક પ્રકારની બેક્ટેરિયાની સમસ્યાનો ખતરો રહે છે.ખાસ કરીને નાના બાળકોને આ સિઝનમાં ખાસ કાળજીની જરૂર હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે,આ સિઝનમાં તમે બાળકની કેવી રીતે કાળજી રાખી શકો છો.

સમય સમય પર હાથ ધોવડાવો

આ સિઝનમાં જ્યારે પણ બાળકો બહારથી રમીને આવે ત્યારે તમારે તેમના હાથ ધોવા જ જોઈએ.આ સિઝનમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા વિકસે છે,જેના કારણે બાળકોને બચાવવાની ખાસ જરૂર છે.તમારે બાળકોને ખોરાક લેતા પહેલા અને પછી તેમના હાથ સારી રીતે ધોવા માટે પણ કહેવું જોઈએ.

મચ્છરદાનીમાં સૂઈવડાવો

વરસાદની મોસમમાં મચ્છર, માખીઓ અને અનેક પ્રકારના નાના જીવો હોય છે, જે અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે.તમારા બાળકોને આ મચ્છરોની અસરથી બચાવવા માટે તેમને મચ્છરદાનીમાં સૂવા દો.આ સિવાય જ્યારે પણ બાળકો બહાર જાય ત્યારે મચ્છર ભગાડનાર ક્રીમ લગાવો.

સારી રીતે ઘરની સફાઈ કરો

ચોમાસામાં પણ વરસાદી જીવો પુષ્કળ પ્રમાણમાં થાય છે.આ સિવાય નાના જંતુઓ પણ બાળકનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.બાળકોને આ જંતુઓથી બચાવવા માટે, ઘરને યોગ્ય રીતે સાફ કરો.ઘણી વખત બાળકો જમીન પર પડેલી વસ્તુઓ ઉપાડીને મોઢામાં મૂકી દે છે, જેના કારણે તેમને નુકસાન થઈ શકે છે.

ઉકાળેલું પાણી પણ જરૂરથી પીવડાવો

આ સિઝનમાં ઈન્ફેક્શનનો ખતરો પણ ઘણો વધારે હોય છે.વરસાદની મોસમનું પાણી પણ બાળકો માટે ખરાબ હોઈ શકે છે, તેથી તમારે તેને ઉકાળીને જ પાણી પીવડાવવું જોઈએ. જંતુઓ સામે રક્ષણ કરવા માટે, ઘરે પણ રિપેલન્ટ લિક્વિડનો ઉપયોગ કરો.