જયપુરઃ રાજસ્થાનમાં ચોમાસુ ધીમે-ધીમે વિદાય લઈ રહ્યું છે અને શિયાળાનું આગમન થઈ રહ્યું છે. જેની અસર પણ વાતાવરણમાં જોવા મળે છે. હાલ રાજ્યમાં સવારે અને સાંજના ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આજે સિહોરી સૌથી ઠંડી રાજ્ય રહ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે.
રાજસ્થાનમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. વરસાદની મોસમ વિદાય લઈ રહી છે. બીજી તરફ સવાર અને સાંજના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જયપુર સહિત ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે તાપમાનનો પારો ઝડપથી નીચે જઈ રહ્યો છે. દરમિયાન સિરોહી રાજ્યમાં સૌથી ઠંડું હતું. અહીં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ઑક્ટોબરનું પહેલું અઠવાડિયું જ છે પરંતુ જે રીતે ઠંડીની અસર જોવા મળી રહી છે તે ચોંકાવનારી છે. માત્ર સિરોહીમાં જ નહીં, ઘણા જિલ્લાઓમાં તાપમાન ઝડપથી નીચે ગયું છે.
જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં તાપમાનનો પારો નીચે જશે. અપર એર સર્ક્યુલેશન અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે આવું થઈ રહ્યું છે. રાજસ્થાનના અનેક શહેરોમાં સવાર અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે. આ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. જયપુરની વાત કરીએ તો ગુરુવારે સવારે જ્યારે લોકો ઊંઘમાંથી જાગી ગયા ત્યારે ખૂબ જ સુખદ અનુભૂતિ થઈ હતી. લઘુત્તમ તાપમાન 22.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડો પવન ફૂંકાતા હવામાનનો મિજાજ બદલાયો છે.