Site icon Revoi.in

નહી ચાલે ચીનની મનમાનીઃ ભારતે હુવાવે 5G ટ્રાયલને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવી

Social Share

બીજા દેશોને આંખ બતાવીને તેના પર બદાણ કરવું તે ચીનની જુની આદત રહી છે, તેનો સૌથી મોટો પુરાવો એ છે, કે ચીનનો એક પણ પાડોશી દેશ એવો નથી કે જેની સાથે ચીનનો સરહદ વિવાદ ન હોય,છેલ્લા 2 દાયકામાં ચીને આર્થિક મોરચે ધણી મોટી પ્રગતિ કરી છે, અને આ જ કારણથી કે હવે તે આર્થિક શક્તિના બળ પર અન્ય દેશોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહ્યું છે. નાના નાના દેશોમાં તેમની આ વ્યૂહરચના સફળ થાય છે, પરંતુ ચીને હવે હુવાવે બાબતે ભારત સાથે પણ ટક્કરમાં ઉતરવાનું નક્કી કર્યું છે, ત્યારે ભારત તરફથી ચીનને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે આ મહિનાની શરુઆતમાં ચીને ભારતને હુવાવેના મામલે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી અને ચીને કહ્યું હતુ કે,“જો ભારતમાં હુવાવેના વેપાર પર રોક લગાવવામાં આવશે તો ચીન પોતાના દેશમાં કામ કરી રહેલી ભારતીય  વેપાર કંપની પર રોક લગાવવા માટે સક્ષમ બનશે, હુવાવે વિશ્વભરમાં 5 જી ટેકનિકનો પ્રસાર કરવા પર કામ કરી રહ્યું છે, પરંતુ યુએસ, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ કંપની પર આ દેશોની સુરક્ષા સાથે સમાધાન કરવાનો અને ચીની સૈન્યના દબાણ હેઠળ કામ કરવાનો આરોપ લગાવ્યો છે. આ દેશો માને છે કે હુવાવે કંપની ચીની સરકારના પ્રભાવ હેઠળ કામ કરે છે અને તે સુરક્ષાની દ્રષ્ટિએ આ દેશો માટે ખતરો સાબિત થઈ શકે”

આ દરેક દેશો દ્રારા હુવાવે પર કાર્યવાહી કરાયા બાદ ભારતમાં પણ હવે હુવાવે પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠવા પામી છે,ત્યાર બાદ ચીને ભારતને ચેતવણી આપી હતી,જો કે ભારતીય અધિકારીઓ  ચીનને પોતાની જ ભાષામાં જોરદાર જવાબ ફટકાર્યો છે,ભારતના અધિકારીઓ  કહ્યું કે,“ ચીન રાજદ્વારી માધ્યમો દ્વારા ભારત સરકાર સમક્ષ તેની ચિંતાઓ પહોચાડતે તો સારી વાત હતી,અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે ચીને ખુલ્લેઆમ ભારતને ધમકાવવાને કારણે ભારત સરકારના વલણમાં પરિવર્તન આવશે અને હુવાવેને આ નુકસાન સહન કરવું પડશે. અધિકારીએ એમ પણ સ્પષ્ટ કર્યું કે “ચીની કંપનીએ હુવાવે અંગે ભારતની ચિંતાઓ વેપાર નીતિથી નહીં પરંતુ સુરક્ષા નીતિ સાથે જોડવી જોઈએ. ”

હુવાઈ પણ ધણા દેશે ગંભાર આરોપો લગાવ્યા છે, જે પશ્વમિ દેશો  હુવાવેને પોતાના દેશમાં 5જી ટ્રાયલ કરવાની સંમતિ નથી પી રહ્યા તેઓનું માનવું છે કે,ચીનની આ કંપની તેમની સુરક્ષાને હાનિ પહોચાડી શકે છે,આ ઉપરાંત આ દેશોને એ પણ શંકા છે કે હુવાવે આ દેશોમાંથી સંવેદનશીલ જાણકારીની ચોરી કરીને ચીની સેના સાથે શેર કરી શકે છે, જે આ દેશોની સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. હુવાવે કંપની પર અન્ય દેશોની કંપનીઓના બૌદ્ધિક સંપત્તિ હકોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે.

હાલમાં જ બનેલા એક મામલામાં હુવાવે પર ચેક રિપબ્લિકમાં પણ ચીની સરકાર સાથે જોડાણ કરવાનો આરોપ મૂકાયો હતો.ચેક રિપબ્લિકના કેટલાક બ્રોડકાસ્ટર્સે હુવાવે પર આરોપ લગાવ્યો હતો કે આ કંપની ગ્રાહકો પાસેથી તેની સેવાનાં બદલામાં કેટલીક ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હુવાવેના ફાઉંડરની પુત્રી અને ચીફ ફાઈનાંશિયલ ઓફિસર મેંગ વાંઝાઉ પર પહેલેથી જ છેતરપિંડીનો આરોપ છે. યુ.એસ.એ હુવાવે પર આરોપ લગાવ્યો છે  કે ઈરાનને સાધન વેચતી કંપની સાથે તેનો સંબંધ છે, જે વાતને લઈને  યુ.એસ.એ ઈરાન પર અનેક પ્રતિબંધ લગાવી દીધા છે.

ચીન પહેલા પણ સેન્યના મોર્ચા પર ભારતને આંખ બતાવવાનું કામ કરી ચુક્યું છે . વર્ષ 2017માં ભારત અને ચીનની સેના ડોકલામ વિવાદ પર એકબીજાના સામસામે આવી ચુકી હતી. અને ચીન ભારતને વનવી ધમકીઓ આપી રહ્યુ હતુ,ત્યારે પણ મોદી સરકારના નેતૃત્વમાં ભારતીય સેના ચીની સેનાને માત આપ્યો હતા,ત્યારે હવે ફરી ચીન આર્થિક બાબતે પણ ભારતને ધમકાવી રહ્યું છે,તો ભારત પમ વળતો જવાબ આપવાના અને ચીનને સબક શીખવાડવાના મૂડમાં જ છે,ચીને આપ્રકારની ધમકી આપતા પહેલા એ સમજવું જોઈએ કે,આ સમયે ભારત સાથે કોઈ તણાવ વધારવાની સ્થિતીમાં બિલકુલ નથી,ચીન પહેલાથી જ અમેરીકા સાથે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધને કારણે પડી ભાંગયુ છે,ત્યારે આ પરિસ્થિતીમાં ચીનની ભારત સાથે દુશ્મની કરવી તેના હિત માટે સારુ નથી.

જ્યા ભારતમાં ટેકનિકલ વશ્યક્તા છે ત્યારે બીજી બાજુ દેશની સુરક્ષા સાથે પણ સમજોતો ન જ કરી શકાય,જે રીતે  પશ્વિમી દેશોએ પોતાનો ત્યા હુવાવે દ્રારા ઊભા કરવામાં આવેલા સુરક્ષાના પડકારને ઓળખીને કંપની પર રોક લગાવવાનું કામ કર્યું છે તેજ રીતે ભારતે પણ સતર્ક થઈને હુવાવે કંપનીના કામગીરીને લગતા અને તેના સાથે જોડાયેલા વિવાદ પર નજર રાખીને જાગૃત બનીને તપાસ કરવાની જરુર છે, સરકાર માટે 5જી ટેકલોલૉજી નહી પરંતુ દેશની સુરક્ષા  પ્રથમ પ્રાથમિકતા છે,ત્યારે હવે ભારતીય સરકારી અધિકારીઓ તેનીજ ભાષામાં ચીનને વળતો જવાબ પી રહ્યો છે.