Site icon Revoi.in

ભારત માટે ચીને પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો, આતંકવાદીઓને મદદ બંધ કરવાની હિદાયત

Social Share

બાલાકોટમાં ભારતીય યુદ્ધવિમાનોના હુમલા બાદ પાકિસ્તાન અલગ-થલગ પડવા લાગ્યું છે. ભારત, રશિયા અને ચીનની આરઆઈસી બેઠક બાદ ચીને પણ પાકિસ્તાન સાથે પાનિયું છોડાવ્યું છે અને ભારતનો સહયોગ કરતા કહ્યું છે કે તેઓ આતંકવાદ અને કટ્ટરપંથની જમીનને સમાપ્ત કરવામાં સહયોગ કરશે.

તેની સાથે જ રાજદ્વારીઓએ એમ પણ કહ્યુ છે કે પુલવામા હુમલા બાદ બની શકે છે કે ચીન પાકિસ્તાનને કોઈપણ પ્રકારની કોઈપણ મદદ આપે નહીં તેવી શક્યતા છે. ચીન એવું પણ કહી શકે છે કે તે પાકિસ્તાનને માત્ર આર્થિક મોરચા પર મર્યાદીત સાથ આપે તેવી શક્યતા છે.

આના પહેલા ચીને મંગળવારે ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવવાની સલાહ આપી હતી અને ભારતને કહ્યું હતું કે તે આતંકવાદ વિરુદ્ધની પોતાની લડાઈ આંતરરાષ્ટ્રીય સહયોગથી સંચાલિત કરે. ચીનની આ ટીપ્પણી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સૌથી મોટી તાલીમ શિબિર પર ભારતીય યુદ્ધવિમાનોના હુમલાના ગણતરીના કલાકો બાદ આવી હતી. પાકિસ્તાનમાં આતંકવાદી શિબિરો પર ભારતના હવાઈ હુમલાના સંદર્ભે ચીનની પ્રતિક્રિયા પુછવામાં આવતા બીજિંગ ખાતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે મીડિયાને કહ્યું છે કે તેમણે સંબંધિત અહેવાલો જોયા છે.

તેમણે કહ્યુ છે કે હું કહેવા માંગું છું કે ભારત અને પાકિસ્તાન બંને દક્ષિણ એશિયામાં મહત્વપૂર્ણ દેશ છે. બંનેની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ અને સહયોગ બંને દેશોની માટે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા પણ તેમના હિતમાં છે. તેમણે કહ્યુ છે કે અમે આશા કરીએ છીએ કે ભારત અને પાકિસ્તાન સંયમ દાખવશે અને પોતાના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારણા માટે વધુ કોશિશ કરશે.

એક અન્ય સવાલના જવાબમાં લૂ કાંગે કહ્યુ હતુ કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા મામલે વાતચીત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે ફોન કોલ દરમિયાન વાંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની વાત અને પ્રસ્તાવોને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને પોતાના વિચારને દોહરાવ્યો કે બંને પક્ષોના ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા મટે આતંકવાદની સાથે મુકાબલામાં પોતાનો સહયોગ આગળ વધારવાની જરૂરત છે.