Site icon Revoi.in

રેલ કોન્ટ્રાક્ટ મામલે ચીને ભારત પાસે વળતરની કરેલી માંગ પોતાને જ ભારી પડી -હવે ભારતીય રેલ્વનો ચીન પર 71 કરોડનો દાવો 

Social Share

દિલ્હીઃ- ચીન સતત ભારત સામે દાવપેચ રમી રહ્યું છે ,ચીની કંપનીએ બે વર્ષ પહેલા ચીનની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા બદલ હવે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત પાસેથી  279 કરોડના વળતરની માંગણી કરી છે જો કે હવે આ માંગણી ચીનને જ ભારી પડી છે.

કોન્ટ્રાક્ટ મુજબ, આ કામ વર્ષ 2019 સુધીમાં પૂરું કરવાનું હતું પરંતુ આ કામ 2020 સુધી પણ પૂરું થઈ શક્યું ન હતું, જેના પછી ભારતીય રેલ્વેએ બે વર્ષ પહેલા આ કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો હતો. તેને રદ્દ કર્યાના બે વર્ષ પછી, ચીની કંપનીએ ભારતીય રેલ્વે અંગે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રૂ. 279 કરોડના વળતરનો દાવો દાખલ કર્યો છે.

ચાઇના રેલ્વે સિગ્નલિંગ એન્ડ કોમ્યુનિકેશન  રિસર્ચ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ નામની આ કંપની છે, જેણે તાજેતરમાં સિંગાપોરમાં ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના નિયમો હેઠળ આ બાબત હાથ ધરી છે.જો સમાચારોની માનીએ તો રેલવે હેઠળ આવતા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એ ચીનની કંપની સામે જવાબી કાર્યવાહી કરી છે. DFCCIL એ ચીની કંપની પર રૂ. 71 કરોડનો વળતો દાવો ફટકાર્યો છે. જો કે વિવાદીત આ મામલો ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં જાય તેવી શક્યતા છે.

ચાઈનીઝ કંપની ચાઈના રેલવે સિગ્નલિંગ એન્ડ કોમ્યુનિકેશન રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટે તાજેતરમાં સિંગાપોરમાં ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ રેગ્યુલેશન હેઠળ આ મામલો રજૂ કર્યો છે.આ મામલામાં ભારતીય પક્ષે કડક વલણ અપનાવીને વળતો જવાબ આપ્યો અને રેલવે હેઠળની ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એ ચીની કંપની પર 71 કરોડ રૂપિયાનો દાવો જારી કર્યો છે