Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય ઉપર હુમલો કરાવવાનું ચીનનું કાવતરુ

Social Share

દિલ્હીઃ ચીન દ્વારા અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકી સૈનિકો ઉપર હુમલો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ચીન સ્થાનિક કટ્ટરપંથીઓની મદદથી અમેરિકી સૈનિકોને નિશાન બનાવવામાં માગે છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને આ અંગેના પુરતા મળ્યાં છે. જેથી આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્યને માહિતગાર કરવામાં આવ્યાં છે.

એક રિપોર્ટ અનુસાર, ચીનનો આ પ્રયાસ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને નુકસાન કરવાનો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના પ્રયાસોથી સરકાર અને તાલિબાન વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો કે, ચીન અને પાકિસ્તાન નથી ઈચ્છા કે શાંતિ પ્રક્રિયા આગળ વધે. જેથી બંને પોતાની રીતે સંભવ પ્રયાસ કરી રહ્યાં છે કે, વર્ષોથી ગૃહયુદ્ધનો સામનો કરનાર અફઘાનિસ્તાનમાં પહેલા જેવી પરિસ્થિતિ ઉભી થાય. જેથી બેજીંગ ભાડાના આતંકવાદીઓ મારફતે અમેરિકી સૈન્ય ઉપર હુમલો કરાવવા માંગે છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ડ ઓબ્રાયને રાષ્ટ્રપતિને માહિતગાર કર્યાં હતા.

અમેરિકી ગુપ્તચર એજન્સીઓ તાજેતરમાં જ આક્ષેપ કર્યો હતો કે, રૂસ દ્વારા અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકી સૈનિકોને મારવાની યોજના બનાવી છે. તેમજ આ માટે રૂસ દ્વારા ઈનામ પણ જાહેર કર્યું હતું. આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને જે તે વખતે જામ કરવામાં આવી હતી. જો કે, રૂસ દ્વારા અમેરિકાના આરોપને ફગાવી દેવામાં આવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેન આગામી તા. 20મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરવાના છે. ત્યારે નવા રાષ્ટ્રપતિનું વલણ ચીન તરફ કેવુ રહે છે તેની ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે.