Site icon Revoi.in

ચીન સરકારના મોટી ટેક કંપની પર નિયંત્રણો – કંપનીઓને 2 દિવસમાં જ 15 લાખ કરોડની ખોટ

Social Share

દિલ્હીઃ-તાજેતરમાં જ ચીનની સરકાર દ્રારા ટેકનોલોજી અને ઇન્ટરનેટ કંપને લઈને સખ્ત વલણ અપનાવાયું છે,આ સાથે જ ટેક કંપનાઓ પરના નિયંત્રણો વધારવામાં આવ્યા છે. સરકારની આ સખ્ત નીતિથી અલીબાબાના માલિક જેક મા સહિત અનેક ટેક કંપનીઓ ખોટમાં સપડાઈ રહી છે,આ ટેક કપંનીઓએ રાતા પાણીએ રોવાના દિવસો આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચીનની સરકારએ પોતાના નિયમો લાદીને જેક માના બિઝનેસની સત્તાઓ પર નિયંત્રણો વધાર્યા છે. ચીનના માર્કેટ રેગ્યુલેટરે ઇ કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની અલીબાબા ગૃપ કે જે ખુબજ નામાંકિત છે તેના એકાધિકાર વિરોધી તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેની અસર  અલીબાબા સહિત અન્ય કંપનીઓ ઉપર થઈ રહી છે છેવટે કંપનીઓએ કરોડો નું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે

હવે અનેક મોટી કેપંનીઓને પણ ભય સતાવી રહ્યો છે કેલ તેમની કંપનીઓની પણ આ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.. જેના કારણે ચીનની ટેકનોલોજી કંપનીઓને બે દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અલીબાબાના કંપનીને પણ નુકશાન થી રહ્યું છે.

આજે સતત બીજા દિવસે એન્ટીટ્રસ્ટ લોને કારણે અલીબાબાની સાથે તેમની હરીફ કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ સહિતના કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઓક્ટોબરથી લઇને અત્યાર સુધી ચીનના રેગ્યુલેટર્સા નિયંત્રણોને કારણે 270 અબજ ડોલર એટલે કે 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ તરફટેનસેન્ટ અને મેઇટિયુઅન બંને કંપનીઓના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો હતો.

સાહિન-

Exit mobile version