Site icon Revoi.in

વાળના પ્રકાર મુજબ જ પસંદ કરો સીરમ, વાળ દેખાશે ચમકદાર

Social Share

આપણે આપણા વાળને તંદુરસ્ત રાખવા માટે તમામ પ્રકારના ઉપાય કરીએ છીએ. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વાળની હાલત ખુબ જ ખરાબ થઇ જાય છે.એવામાં તમે વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે હેર સીરમનો ઉપયોગ કરી શકો છો. સીરમ વાળને સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. હેર સીરમ લગાવવાથી તમારા વાળ ચમકદાર અને સ્વસ્થ લાગે છે.

મહિલાઓએ તેમના વાળના પ્રકાર મુજબ સીરમની પસંદગી કરવી જોઈએ. હેર સીરમ તમારા વાળને ચમકદાર બનાવવાની સાથે ડ્રાઇનેસ અને ફ્રીજીનેસને પણ ઘટાડે છે. હેર સીરમ એ સિલિકોન બેસ્ડ પ્રોડકટ  છે જે વાળને હાનિકારક કેમિકલ અને પદાર્થોથી સુરક્ષિત કરે છે. જો તમારા વાળ સુકા અને ફ્રીજી છે,તો વાળમાં કેસ્ટર,રોઝવૂડ જેવા ઓઈલનું મિશ્રણ કરે.તો ચાલો આપણે જાણીએ કે, વાળના પ્રકાર મુજબ  કયું સીરમ વાપરવું જોઈએ.

વાંકડિયા વાળ ખૂબ જ ગુંચવાઈ જાય છે,તેથી તેમનું ધ્યાન રાખવું થોડું મુશ્કેલ થઈ જાય છે. કર્લી વાળ માટેના શ્રેષ્ઠ સીરમ તે છે.જેમાં મોઇશ્ચરાઇઝેશનના ગુણ વધુ હોય છે. વાળને ચમકદાર રાખવા માટે હાઇડ્રેટિંગ ઓઈલ જેવા જોજોબા, આર્ગન અને બદામ તેલના ગુણોવાળા  સીરમ લગાવો.

વધુ પડતા બરછટ વાળને વધુ પોષણની જરૂર હોય છે. સારી વાત એ છે કે આજકાલ આવા સીરમ હોય છે કે તમે તેને તમારા વાળમાં લગાવીને રાતોરાત સૂઈ શકો છો. આ માટે તમે ઓઈલ બેસ્ડ સીરમની જગ્યાએ ક્રીમ બેસ્ડ સીરમનો ઉપયોગ કરી શકો છો. તે વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે.

જે લોકોએ વાળમાં કલર કરાવ્યો છે. તેઓએ લાઈટ ક્રીમ વાળા સીરમ લગાવવા જોઈએ.જેમાં સિલિકોન ઉપરાંત જોજોબા,આર્ગન,નાળિયેર તેલની સાથે ગ્રીન ટીના તત્વો હોય છે. આ પ્રકારના સીરમ કલર્ડ વાળ પર સંપૂર્ણ રીતે કામ કરશે.