Site icon Revoi.in

MSMEમાં 14 ટકા વધી નોકરીઓ, આગામી ત્રણ વર્ષમાં વધુ ઝડપથી પેદા થશે રોજગારી: CII

Social Share

ગત ચાર વર્ષ દરમિયાન એમએસએમઈ સેક્ટમાં રોજગારના વધુ અવસરો પેદા થયા છે. CIIના સર્વે મુજબ, ગત ચાર વર્ષોમાં એમએસએમઈમાં 13.90 ટકા વધુ રોજગાર પેદા થયા છે.

ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈનું કહેવું છે કે આગામી ત્રણ વર્ષો દરમિયાન નોકરીઓના અવસરોમાં વધારો થવાની આશા છે. એમએસએમઈ પર વ્યાજમાં બે ટકાની છૂટ અને ટ્રેડ રિસવિવેબલ્સ ઈ-ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમના કારણે આમા ગ્રોથ આવશે. જેને કારણે નોકરીઓની તકો પણ વધશે.

સીઆઈઆઈના સર્વે મુજબ, એક લાખથી વધારે એમએસએમઈ કંપનીઓમાં 13.90 ટકાથી વધારે રોજગાર પેદા થયા છે. આંકડામાં જોઈએ તો લગભગ 3,32, 394 નવી નોકરીઓ પ્રાપ્ત થઈ છે. જે જોબ ક્રિએશનની દ્રષ્ટિએ વાર્ષિક 3.3 ટકાનો વધારો દર્શાવે છે.

સર્વેમાં 1,05,347 એમએસએમઈએ ભાગ લીધો હતો. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ગત ચાર વર્ષો દરમિયાન નાના ઉદ્યોગ-ધંધાઓએ સૌથી વધુ રોજગારના અવસરો પેદા કર્યા અને આગામી ત્રણ વર્ષ પણ આમ થવાની આશા છે.

સૌથી વધુ નોકરીઓ સર્વિસ સેક્ટરમાં મળી છે. તેમાં ખાસ કરીને પર્યટનના ક્ષેત્રમાં વધુ રોજગારી મળી છે. તેના પછી કપડા ઉદ્યોગ અને મેટલ પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં નોકરીઓના અવસરો બનેલા છે.

મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણામાં સૌથી વધુ રોજગારના મોકા બનેલા છે. એક્સપોર્ટના મામલામાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા ટોચ પર રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ખાનગી સેક્ટરમાં કામ કરનારી એક થિંક ટેન્કના આંકડા જણાવે છે કે માત્ર 2018માં 1.3 કરોડ લોકોને પોતાની નોકરીઓમાંથી હાથ ધોવા પડયા હતા. જ્યારે એનએસએસઓના સત્તાવાર આંકડા જણાવે છે કે 2018માં બેરોજગારીનો દર પોતાના ઉચ્ચત્તમસ્તર પર પહોંચી ગયો, જે ગત 46 વર્ષોમાં સૌથી વધુ છે.