Site icon Revoi.in

તમારા બાળકોની દૂધની બોટલને આ રીતે કરો સાફ, નહી તો બાળક પડી શકે છે બીમાર

Social Share

કોનાના બાળકોની દૂધની બોટલ કરો સાફ

સામાન્ય રીતે બાળકો નાના હોય ત્યારે તેને બોટલમાં દૂધ પીવડાવામાં આવે છે જો કે આ બોટલને સાફ કરવી અધરી છે,જેના કારણે ઘણી વખત ઉતાવળમાં બોટલ સાફ થતી નથી અને તેનું ઈન્ફેક્શન બાળકોને લાગી શકે છે. બાળકો પરિણામે બીમાર થાય છે અથવા તો ઝાડા ઉલટીનો શિકાર બને છએ આવી સ્થિતિમાં જો બાળકોની બોટલ બરાબર સારી રીતે સાફ કરવામાં આવે તો બાળકો બીમાર થતા બચી શકે છે,તો ચાલો જાણીએ બાળકોની બોટલને કઈ રીતે કરવી જોઈએ સાફ

બાળકોની બોટલમાં દૂધ જામ થી જતું હોય છે દૂધ ખાલી થયા બાદ તેની છાર જામી જા મ છે જેથી કરીને બોટલને સૌ પ્રથમ ગરમ પાણીથી ધોવો ,બોટલમાં હુંફાળું પાણી નાખીને તેને બે ત્રણ વખત હલાવીને ઘોઈલો,

હવે બીજા સ્ટેપમાં બોટલમાં વાસણનું લિક્વીડ કે પાવડર નાખી થોડું પાણી એડ કરીને ફરી બે વખત હલાવીને અંદરની સાઈડમાં બ્રશ ફેરવો, બ્રશ ફેરવવાથી બોટલ દરેક જગ્યાએ બરાબર સાફ થશે,

ખાસ વાત એ કે ઉતાવળમાં ક્યારેય બોટલ સાફ કરવી નહી બોટલને સાફ કરવા પુરતો સમય આપો તમારી ઉતાવળ બાળકોના સ્વનાસ્થ્ય સાથે ખિલવાડ કરી શકે છે.

આટલુ કર્યા બાદ બોટલમાં પાવડર કે લિક્વિડની સ્મેલ ન રહે તે માટે તેમાં ફરી ગરમ સાદુ પાણી નાખીને વોશ કરીલો આમ કરવાથી બોટલ સાફ થી જશે.

ત્યાર બાદ બોટલને ઊંધી વાળીને તડકામાં રાખો અને 5 મિનિટ સીધી બોટલ તડકામાં રાખો જેથી કરીને પબોટલ કોરી થી જાય અને ફરી વખત તેમાં દૂધ ભરશો તો સ્મેલ પણ નહી આવે.