Site icon Revoi.in

ક્લાઈમેટ ચેન્જની સમગ્ર વિશ્વ પર પડી માઠી અસર, એશિયા પર સૌથી વધુ ભાર- વર્ષ દરમિયાન અબજો ડૉલરનું  નુકસાન 

Social Share

દિલ્હીઃ-વર્ષ 2020 એટલે કોરોમા મહમારીનું રોદ્ધ રુપ..સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તો અનેક દેશઓમાં વાવાઝોડા અને પુરની આફતો પણ વરસી હતી, તો કેટલાક દેશોમાં વરસાદે તાંડવ મચાવ્યું હતું આસ સરવાળે કહીએ તો સમગ્ર વિશ્વને કુલ 140 અજબ ડોલરનું નુકશાન આ  વર્ષમાં ભોગવવવું પડ્યું છે.આ સમગ્ર બાબતને લઈને લંડન સ્થિત ચેરિટી સંગઠન ક્રિશ્ચિયન એઈડ દ્વારા એક ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.જે કુદરતી પ્રકોપથી ઓછામાં ઓછું 1.5 અબજ ડૉલરનું નુકસાન થયું હોય તેનો આ રિપોર્ટમાં સમાવેશ થયો છે.

વર્ષ 2020 દરમિયાને થયેલા કુદજરતી આફતો અંગેનો કાઉન્ટિંગ ધ કોસ્ટ – અ યર ઓફ ક્લાઈમેટ બ્રેકડાઉન રજૂ કરાયો છે. ભારતમાં સર્જાયેલી પુરની સ્થિતિથી દેશને અંદાજે 10 અબજ ડૉલરનું નુકસાન વેઠવાનો વારો આવ્યો  છે.આ રિપોર્ટમાં વિશ્વની ઘાતક દસ પર્યાવરણીય આફતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ક્લાઈમેટ ચેન્જથી સર્જાયેલી ટોપ-10 આફતથી જગતને આખા વર્ષમાં 140 અબજ ડૉલર કરતા વધારે નુકસાન થયું છે.

આ સમગ્ર રિપોર્ટ વર્ષ દરમિયાન  સૌથી મોટી પર્યાવરણીય આફતના આધારે તૈયાર કરવામાં આવ્યો  છે. જેમ કે ભારતમાં 10 અબજ ડૉલરનું નુકસાન છે, એ માત્ર પુરને કારણે થયું છે.આ દસમાંથી પાંચ આફત તો એકલા એશિયામાં જ જોવા મળી છે.આ વર્ષની મુખ્ય આફતમાં પુર, દાવાનળ, હેરિકેન.. વગેરેનો સમાવેશ થાય છે.જેમાં ભારકતમાં પમ વરસાદ અને પુરથી સ્થિતિ કથળી હતી

અમેરિકાના કાંઠે આ વર્ષે 2005 પછી સૌથી વધારે વાવાઝોડા ત્રાટક્યા હતા. તેનાથી અમેરિકાને 40 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. દસમાંથી નવ આફત એવી છે, જેના નુકાશની ભરપાઈ 5 અબજ ડૉલર કે તેનાથી વધારે આવ્યુ છે.

આ રિપોર્ટમાં માત્રને માત્ર વાતાવરણમાં પલટાના કારણ આવેલી આફતોની ગણતરી કરાઈ છે,જેમાં ભારતને ભારે નુકસાન જોવા મળ્યું છે.બાકી જો બીજી રીતે નુકશાનની વાત કરીએ તો અનેરક ઘટનાઓ સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી પરંતુ અહીં ક્લાઈમેટ ચેન્જના આધારે એશિયા તેમજ વિશ્વ પર થયેલા નુકશાન અંગે વાત કરાઈ છે.જેમાં ભારતની પુરની સ્થિતિને વણી લેવામાં આવી છે.

સાહિન-