Site icon Revoi.in

ઘાટલોડિયા સીટ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત – ગૃહમંત્રી શાહે ફોન પર પાઠવી શુભેચ્છાઓ

Social Share

ગુજકાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઘીરે ઘીરે આગળ વધી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની 150થી વધુ સીટો પર પ્રચંડ જીત જોવા મળી રહી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2002થી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ જીતનો રેકોર્ડ બનાવવા જઈ રહી છેવર્ષ 2002માં ભાજપે 127 બેઠકો જીતી હતી. આ વખતે આ આંકડો 150ની નજીક જતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘણી પ્રગતિ કરી છે. તેઓ  શરુાતમાં જ હાલમાં કોંગ્રેસના અમી યાજ્ઞિક કરતાં 1 લાખ 15 હજાર મતોથી આગળ  જોવા મળ્યા છે.ત્યારે હવે તેઓ જંગી મતોથી જીત મેળવી ચૂક્યા છે.

આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ટેલિફોનિક વાતચીત કરી અભિનંદન પાઠવ્યા છે. ભાજપાના સુશાસન પર જનતા જનાર્દને મૂકેલા અતૂટ વિશ્વાસનો આ વિજય છે.આ માહિતી પોતે સીએમ પટેલે ટ્વિટ કરીને આપી છે.

Exit mobile version