Site icon Revoi.in

રાજસ્થાનમાં સ્પીકર સીપી જોશી બની શકે આગામી મુખ્યમંત્રી – સીએમ ગેહલોતે કરી ભલામણ

Social Share

જયપુરઃ–  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોજાનારી  ચૂંટણીને લઈને ચર્ચામાં છે, આ ચૂંટણીની ચર્ચાઓ ચારેકોર જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની સાફ ના કહી દીધી છે. તેમના ઇનકાર બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાષ્ટ્રપતિ પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે.

જો કે ગેહલોત આ ચૂંટણી લડે છે તે તેઓ બે પદની જવાબદારી ન સંભાળી શકે ,તેમના બે પદને લઈને પણ ચર્ચાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે આ સાથે જ સવાલ એ પણ ઉઠવા લાગ્યો છે કે જો ગેહલોત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશીની કમાન સંભાળે છે તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સત્તા પણ કોણ હશે.

હાલ રાજસ્થાનમાં  આગામી સીએમ સચિન પાયલટ બનશે કે પછી અન્ય કોઈને તક મળશે? તે બાબતે   લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, જો કે સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર  રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોતે સ્પીકર સીપી જોશીના નામની ભલામણ કરી છે.

મળતી માહિતી મુજબ અશોક ગેહલોતે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં શશિ થરૂર સાથે ટક્કર આપશે.સૂરાજસ્થાન સરકારનું છેલ્લું બજેટ રજૂ કરવા માટે અશોક ગેહલોત ફેબ્રુઆરીના અંત સુધી મુખ્યમંત્રી બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ અશોક ગેહલોતે રાજ્યના આગામી મુખ્યમંત્રી માટે સ્પીકર સીપી જોશીના નામની ભલામણ કરી  છે.