Site icon Revoi.in

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના સામે મેળવ્યો વિજય, સાંજે કરશે મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતા. જેથી હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણીપંચની કોરોના ગાઈડલાઈન અનુસાર રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ચૂંટણીપ્રચાર અર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગયા હતા. જ્યાં અચાનક તેમની તબિયત લથડી હતી. જેથી હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યાં હતા. તેમજ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમની કોરોના દર્દી તરીકે સારવાર શરૂ કરવામાં આવી હતી.

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનો અને તેમના શુભચિંતકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત તેઓ સાંજે રાજકોટમાં ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર મતદાન કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી મતદાન કરશે.