Site icon Revoi.in

મુખ્યમંત્રી યોગી દુનિયાના સૌથી લાંબા માસ્કનું ૨ જાન્યુઆરીએ લોકાર્પણ કરશે

Social Share

મથુરા: યુપીના ખાદી વિભાગના સહયોગથી દુનિયાનું સૌથી લાંબુ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.આ માસ્કને લખનઉના ડિઝાઇનર મનીષ ત્રિપાઠી તૈયાર કરી રહ્યા છે. રવિવારે ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે ઓડ્રા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ખાદી ફેબ્રિક હેન્ડઓવર સેરેમનીમાં ડિઝાઇનર મનીષ ત્રિપાઠીએ માસ્ક બનાવવા માટે રાજ્યના 75 જિલ્લામાંથી ખાદીના કાપડ હેન્ડઓવર કર્યા.

અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે કહ્યું કે, ખાદીના કાપડમાંથી દુનિયાનું સૌથી મોટું 150 ચોરસ મીટરનું માસ્ક તૈયાર કરીને તેને હોટ એર બલૂનથી ડિસ્પ્લે કરવામાં આવશે. તેનું લોકાર્પણ 2 જાન્યુઆરીએ સીએમ યોગી આદિત્યનાથ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ દુનિયાને કોરોના સામે લડવાનો સંદેશ આપવાનો છે.

આ માટે રાજ્યના 75 જિલ્લામાંથી બે-બે મીટર ખાદી કાપડ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, જાન્યુઆરીમાં ખાદી કાપડ પ્રદર્શનો અને ફેશન શો પણ યોજવામાં આવશે,જેમાં રીના ઢાકા,રીતુ બેરી,મનીષ મલ્હોત્રા સહિતના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર ખાદીના બનાવેલા વસ્ત્રો ડિસ્પ્લે કરશે. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવે ખાદી અને ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને પ્રશંસાપત્ર આપીને ખાદીના માસ્ક બનાવીને મહિલાઓને સન્માનિત પણ કર્યા હતા.

-દેવાંશી