Site icon Revoi.in

વેક્સીન માટે કોવિન નામની એપ તૈયાર: પીએમ મોદી 16 જાન્યુઆરીએ કરશે લોન્ચ

Social Share

દિલ્લી: કોવિન એપથી જોડાયેલ એક મોટી માહિતી સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે કોવિન એપને ઓફિશિયલ રીતે લોન્ચ કરશે. આ સાથે જ દેશમાં વેક્સીનને લઈને ચાલી રહેલા અભિયાનની શરૂઆત થશે.

કોરોના વેક્સીનેશન 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થશે. આ એપના માધ્યમથી લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. હાલમાં હેલ્થ કેયર વર્કર્સને આ એપના માધ્યમથી વેક્સીન આપવામાં આવશે. પરંતુ આગામી દિવસોમાં સામાન્ય લોકો પણ આ એપ સાથે જોડાઈ જશે.

પ્રાપ્ત માહિતી મુજબ 16 જાન્યુઆરીએ વડાપ્રધાન એક કાર્યક્રમને સંબોધિત કરશે. આ સંબોધન લખનઉ અને વારાણસીના કેટલાક વેક્સીન કેન્દ્રોને તે સંવાદ કરશે. આમાં કોરોના વેક્સીનેશન પહેલા વડા પ્રધાન લખનઉના 16 હોસ્પિટલોથી સંવાદ કરશે. તેમાં કેજીએમયુ પણ સામેલ છે. મોદી ત્યાંના કેટલાક નિષ્ણાતો સાથે પણ વાત કરી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ -19 વેક્સીન માટે કોવિન નામની એક એપ તૈયાર કરી છે. આ વેક્સીનનું નિરીક્ષણ કરવામાં અને તેના ડેટા વિશેની માહિતી રાખવા અને લોકોને વેક્સીન માટે નોંધણી કરાવવામાં મદદ કરશે. એપના નામે છેતરપિંડી પણ થઈ રહી છે. તેથી ધ્યાનમાં રાખો કે, આ એપ્લિકેશન હજી આવી નથી, તેથી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં. સત્તાવાર એપ્લિકેશન આવે તે પછી તેનું નામ સરખી રીતે વાંચો અને તેમાં વિકાસકર્તાને નિશ્ચિતરૂપે જુઓ, તે પછી જ તેને ડાઉનલોડ કરો.

દિલ્હી સહીત 13 અલગ-અલગ શહેરોમાં કોરોના વેક્સીન કોવિશીલ્ડના 56.5 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. વેક્સીનેશનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી શરૂ થશે. આમાં દિલ્હી, ચેન્નાઈ, કોલકતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, બેંગ્લોર, લખનઉ અને ચંદીગઢનો સમાવેશ થાય છે.

-દેવાંશી