Site icon Revoi.in

કોમેડી કલાકાર ભારતી સિંહએ દીપિકાની કરી નકલ,લૂક થયો વાયરલ

Social Share

મુંબઈ :કોમેડિયન ભારતી સિંહ દર વખતે તેની શૈલીથી ચાહકોનું દિલ જીતી લે છે. તેની કોમેડી ટાઇમિંગ દર્શકોને ખૂબ પસંદ આવે છે. આ દિવસોમાં તે પોતાના પતિ હર્ષ લિંબાચીયા સાથે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાના 3 હોસ્ટ કરતી જોવા મળી રહી છે. મંગળવારે ભારતી ઓમ શાંતિ ઓમમાં દીપિકા પાદુકોણના લુકમાં જોવા મળી હતી. દીપિકાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ભારતી સિંહે દીપિકાની જેમ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. આટલું જ નહીં, તેણે વાળ અને તેનો દેખાવ સંપૂર્ણ દીપિકા જેવો જ કર્યો. આ જોયા પછી તેના ચાહકો તેમની પ્રશંસા કરવાનું બંધ કરતાં નથી. ભારતીની સાથે તેનો પતિ હર્ષ પણ શાહરૂખ ખાનના લુકમાં જોવા મળ્યો હતો.

ભારતીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની વેનિટી વેનથી નીચે ઉતરી છે અને દીપિકાની જેમ વેવ કરે છે. તે ફોટોગ્રાફરોને કહે છે કે આ વીડીયોને સ્લો મોશનમાં મુકજો. ભારતીને આ કરતી જોઈને તેનો પતિ હર્ષ હસવા લાગે છે.

ભારતી અને હર્ષને જોઇને એમ કહી શકાય કે ડાન્સ દિવાના 3 નો આ એપિસોડ ધમાકેદાર થવાનો છે. કદાચ નોરા ફતેહી પણ આ એપિસોડનો એક ભાગ બનવા જઈ રહી છે. ગઈકાલે તે માધુરી દીક્ષિતના દેવદાસ લુકમાં જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Exit mobile version