Site icon Revoi.in

વરસાદની સીઝનમાં આવતા આલુ આપણાને રાખે છે તંદુરસ્ત – જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ

Social Share

આમ તો દરેક ફ્રૂટ શરીર અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય જ છે, દરેક ફ્રૂટના પોતપોતાના જૂદા જુદા ગુણો હોય છે, જેમાં રહેલા વિટામિન્સ,મિનરલ, પોષ્ક તત્વો આરોગ્ય માટે ક્યાકને ક્યાક જરુરી સાબિત થાય જ છે, ત્યારે આજે આપણે વાત કરીશું લાલ આલુની જેને આલૂચા તરીકે પણ ઓળખવામાં આવે છે, લાલ આલૂ ખાવાથી ખૂબજ ફાયદાઓ થાય છે, શરીરમાં લોહીની માત્રા વધે છે તો પાચન શક્તિ પણ મજબૂત બને છે.

આલૂમાં ખાસ કરીને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.વિટામીન એ, સી, કે, વિટામીન-બી-6 વગેરે સિવાય પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયબર પ્રાપ્ત થાય છે.
એક મધ્યમ આકારની આલુમાં લગભગ 1.3 એમ.જી. પોટેશિયમ જોવા મળે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન પણ સમાયેલું હોય છે.

જાણો આલૂ ખાવથી થતા અદભૂત ફાયદાઓ