Site icon Revoi.in

રાજધાની દિલ્હી, ગુરુગ્રામ સહીત અનેક સ્થળોએ સબસિડીવાળા ટામેટાંના વેચાણનો પ્રારંભ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં  ટામેટાના ભાવ ભળકે બળ્યા છે અનેક જગ્યાઓ પર ટામેટા 180 રુપિયે કિલોથી લઈને 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે જેને લઈને ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે સાથે જ અનેક લોકોના ખીસ્સા પર મોટો ભાર પડ્યો છે આવી સ્થિતિમાં સરકાર ટામેટાના ભાવોને નિયંત્રણમાં લાવવા માટે અનેક પગલા લઈ રહી છે.

ત્યારે હવે રાજધાની દિલ્હી , ગુરુગ્રામ અને ફરિદા બાદમાં આજથી સબસિડીવાળા ટામેટા વેચાવાનો આરંભ કરવામાં આવ્યો છે જેનાથી વિક્રેતાઓનો ભાર પણ હળવો થશે અને પ્રજાના ખીસ્સા પર થોડી રાહત મળશે.

 આ સમગ્ર બાબતને લઈને ગ્રાહકોની બાબતોના સચિવ રોહિતકુમાર સિંહ માહિતી આપતા  જણાવ્યુ છે કે આજથી દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદમાં વિવિધ સ્થળોએ ટામેટાંનું સબસિડીવાળું વેચાણ થશે. આ બબાતે એક ટ્એવિટ પણ કર્કયું છે.
આ ટ્વિટમાં, તેમણે કહ્યું કે, વેચાણ સવારે 11 વાગ્યાથી લખનઉ અને કાનપુરમાં 15 મોબાઈલ વાન સાથે શરૂ થશે. કેન્દ્રએ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાંની તાત્કાલિક ખરીદી કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી ટામેટાંના વધતા છૂટક ભાવને રોકવા માટે મુખ્ય વપરાશ કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ સાથે જ ગ્રાહકોની બાબતોના વિભાગે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ મહાસંઘ અને રાષ્ટ્રીય સહકારી ગ્રાહક મહાસંઘને ત્રણ રાજ્યોની મંડીઓમાંથી ટામેટાંની તાત્કાલિક ખરીદી કરવા જણાવ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ટામેટાંના ઊંચા ભાવ માટે વાવેતર અને લણણીની મોસમ અને પ્રદેશોમાં વિવિધતાનું ચક્ર મુખ્યત્વે જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે  હાલમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોના બજારોમાં ટામેટાંનો પુરવઠો મોટાભાગે મહારાષ્ટ્ર, ખાસ કરીને સતારા, નારાયણગાંવ અને નાસિકમાંથી આવે છે, જે આ મહિનાના અંત સુધી ચાલુ રહેવાની ધારણા છે.
તો બીજી તરફ આંધ્રપ્રદેશના મદનપલ્લેમાં પણ પૂરતા પ્રમાણમા  ટામેટાની આવક થઈ રહી છે. દિલ્હી-NCR માં ટામેટાનું આગમન મુખ્યત્વે હિમાચલ પ્રદેશથી થાય છે અને અમુક જથ્થો કર્ણાટકના કોલારથી આવે છે. મંત્રાલયે કહ્યું કે નાશિક જિલ્લામાંથી નવો પાક ટૂંક સમયમાં આવવાની ધારણા છે. આગામી મહિને નારાયણગાંવ અને ઔરંગાબાદમાંથી વધારાનો પુરવઠો આવવાની સંભાવના છે આવા અનેક કારણો થકી નજીકના ભવિષ્યમાં ટામેટાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.