Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે પશ્ચિમ બંગાળમાં યુએસથી પરત ફરેલા 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં એક વખત ફરી કોરોનાનો ડર સતાવી રહ્યો છે આવી સ્થિતિમાં પશ્વિમબંગાળમાંથી યુએસથી પરત ફરેલા 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ફરી એક વખત ચિંતા વર્તાી રહી છે. વધુ વિગત પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન વાયરસના BF.7 સ્વરૂપના ચાર કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય અધિકારીએ બુધવારે  કહ્યું કે તાજેતરમાં અમેરિકાથી પરત આવેલા ચાર લોકોના જીનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે તેઓ કોરોના વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત છે. તેમણે જણાવ્યું કે ચારેય દર્દીઓની હાલત સ્થિર છે. અધિકારીએ જણાવ્યું કે ચાર લોકોમાંથી ત્રણ નાદિયા જિલ્લાના છે, જ્યારે એક વ્યક્તિ બિહારનો રહેવાસી છે, પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે.