Site icon Revoi.in

કોંગ્રેસની CWCની બેઠકમાં કાયમી અધ્યક્ષ અંગે કરી આ વાત…

Social Share

દિલ્હીઃ કોંગ્રેસમાં આંતરિક જૂથ બંધી વચ્ચે આજે સોનિય ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સંગટન બદલવાની માંગણી કરતા કેટલાક સિનિયર નેતાઓને તાકીદ કરીને જી-23ને એમ કહીને જવાબ આપ્યો કે, કોંગ્રેસના કાયમી અધ્યક્ષ પોતે છે, તેમણે કહ્યું કે, તેઓ પોતે જ પાર્ટીની સ્થાયી અધ્યક્ષ છે અને તેમને વાત કરવા માટે મીડિયાના સહારાની જરૂર નથી. કોંગ્રેસ અધ્યક્ષ અને સંગઠનમાં ચૂંટણીને લઈને સોનિયા ગાંધીએ પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં કહ્યું કે, કોંગ્રેસના દરેક સભ્યો ઈચ્છે કે, પાર્ટીનો પુનઃઉદ્ધાર થાય, પરંતુ આના માટે એકતા અને પાર્ટીના હિતોને ઉચ્ચ સ્થાને રાખવા જરૂરી છે. તેમણે પાર્ટીના નેતાઓને આત્મ-નિયંત્રણ અને અનુશાસનનું ખ્યાલ રાખવા માટે પણ સૂચન કર્યું છે.

બળવો કરનારા નેતાઓના ગૃપ જી-23 ગ્રુપ પર નિશાન બનાવતા કહ્યું કે, એક પૂર્ણકાલિન અને વ્યવહારીક કોંગ્રેસ અધ્યક્ષ છું. મે હંમેશા સ્પષ્ટતાની પ્રસંશા કરી છે. મીડિયાના માધ્યમથી મારી સાથે વાત કરવાની આવશ્યકતા નથી. આપણે તમામ ઈમાનદાર ચર્ચા કરીએ. સંગઠનાત્મક ચૂંટણીઓ અને અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે 30 જૂન સુધી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરીને અંતિમ રૂપ આપી દીધું હતું. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે સમય સીમા અનિશ્ચિત કાળ સુધી વધારવામાં આવી છે. લખીમપુર ખીરી કાંડને પગલે ભાજપની માનસિકતા સામે આવી છે. તેમણે બેઠક દરમિયાન ખેડૂત આંદોલનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ હતી.