Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વચનપત્ર જારી કર્યું , જનતાને કર્યા આટલા વાયદાઓ

Social Share

દિલ્હીઃ દેશના કેટાલાક રાજ્યોમાં વિઘાનસભઆની ચૂંટણીઓ નજીક આવી રહી છએ ત્યારે આજરોજ મંગળવારે કોંગ્રેસ પક્ષે મધ્યપ્રદેશમાં ઘોષણાપત્ર જારી કર્યું છએ અને જનતાને અનેક વાયદાઓ કર્યા છે.કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે.

આ ઘોષણા પત્રમાં  વિવિધ શ્રેણીઓ માટેની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે તેઓ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગાયનું છાણ ખરીદશે. યુવાનો માટે બે લાખ જગ્યાઓ પર ભરતી કરશે. સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ, 1200 રૂપિયા અને મેરી બેટી રાની યોજના હેઠળ, જન્મથી લગ્ન સુધી 2 લાખ રૂપિયા આપવામાં આવશે.

પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે મધ્યપ્રદેશ પોતાની IPL ટીમ બનાવશે. અમે અહીં મેટ્રો શરૂ કરી છે. તેણે વધુમાં કહ્યું કે અમે મેડલ વિજેતા ખેલાડીઓને કરોડપતિ બનાવવાની સ્કીમ શરૂ કરીશું અને તેમને સ્ટાર્સ પણ આપીશું.

આ સાથે કોંગ્રેસ લોકોને નવ ગેરંટી આપશે. તેમાં પાણી, ખોરાક, ન્યાય, રોજગાર, રહેઠાણ અને અન્ય ગેરંટી છે. પાર્ટીનું ખાસ ધ્યાન સમાજના દરેક વર્ગ, ખાસ કરીને ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર છે.

કોંગ્રેસે જનતાને કરેલા વાયદાઓ

કોંગ્રેસ આ ખેડૂત કૃષિ લોન માફી યોજના ચાલુ રાખશે, આ અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.  નારી સન્માન નિધિ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાનું વચન. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન. ઈન્દિરા ગૃહ જ્યોતિ યોજના હેઠળ 100 યુનિટ સુધીની વીજળી અને 200 યુનિટ સુધી અડધા દરે વીજળી મુક્તિ આપવામાં આવી છે.બહુવિધ વિકલાંગ લોકોની પેન્શનની રકમ વધારીને 2000 રૂપિયા કરવાનું વચન. જાતિની વસ્તી ગણતરી હાથ ધરશે.

કોંગ્રેસ સરકાર પઢો પઢાવો યોજના લાગુ કરશે. જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોને 500 રૂપિયા, ધોરણ 9 થી 10 ના બાળકોને 1000 રૂપિયા અને ધોરણ 11 અને 12 ના બાળકોને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. આ સહીત મધ્યપ્રદેશમાં શાળા શિક્ષણ મફત કરશે. કોંગ્રેસ સરકાર 13 ખેડૂતોને ઘઉંના રૂ. 2600 અને ડાંગરના રૂ. 2500 આપશે. 14. 5 હોર્સ પાવર મોટર માટે મફત વીજળી અને 10 હોર્સ પાવર મોટર માટે 50% ડિસ્કાઉન્ટ આપશે

આ સાથે જ સરકારી સેવાઓ અને યોજનાઓમાં OBC માટે 27 ટકા અનામતનું વચન. શહેરમાં મફત બસ સેવા આપશે. 2005 થી જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે.તથા ખેડૂતોના બાકી વીજ બિલો માફ કરવામાં આવશે.