Site icon Revoi.in

પેપર લીકનો મુદ્દો: જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Social Share

જૂનાગઢ: હાલ ગુજરાતભરમાં પેપર લીક કૌભાંડની હારમાળા વચ્ચે સર્વત્ર વિરોધનો વંટોળ ઉઠવા લાગ્યો છે. આવામાં જૂનાગઢ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજાયા હતા. શહેરના ગાંધી ચોક સ્થિત કોંગ્રેસના કાર્યકરો, અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, બાબુભાઇ વાજા સહિતના આગેવાનો ધરણા પર ઉતર્યા હતા.

જોકે,પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા અને સરકારની નીતિ સામે અનેક સવાલો ઉઠાવી વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા કરતી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અસામાજીક તત્વો દ્વારા પેપરો ફોડી દેવામાં આવતા સરકારની મુશ્કેલીઓમાં વધારો થાય છે, અને વિદ્યાર્થીઓ કે જે મહેનતથી પરીક્ષા પાસ કરવા માંગે છે તેમની સાથે અન્યાય થઈ જાય છે. જો કે લોકો દ્વારા પોતાનો મત દર્શાવવામાં આવ્યો છે જેમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને માંગ કરી રહ્યા છે કે પેપર ન ફૂટે તે માટે પણ સરકારે કડક પગલા લેવા જોઈએ અથવા તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ.