Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી ફરી કોરોના સંક્રમિત – હોમ આઈસોલેટ થયા

Social Share

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી કોરોના સંક્રિમત મળી આવ્યા છએ આ પહેલા પણ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમઆઈસોલેટ થયા હોવાની માહિતી મળી રહી છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે તેમણએ લખ્યું છે કે’આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સરકાર દ્વારા જારી પ્રોટોકોલનું પાલન કરતા આઈસોલેટ થઈ ગયા છે.’

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સોનિયા ગાંધીના પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે તે ફરી કોરોના સંક્રમિત થયા છે અને ઘરમાં પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે, આ પહેલા જ્યારે સોનિયા ગાંઘીને ઈડી સામે હાજર થવાનું હતું ત્યારે તેઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો