Site icon Revoi.in

કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીનું સ્થાન બદલાશે -અધ્યક્ષ પદ માટે 24 સપ્ટેમ્બરથી નોમિનેશન ,17 ઓક્ટોબરે થશે મતદાન

Social Share

દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં છે ત્યારથી કોંગ્રેસના તો જાણે વળતા પાણી જોવા મળી રહ્યા છે,જો કે સતત કોંગ્રેસ બીજેપી પર આકરા પ્રહારો ટીકા કરીને પોતાનું સ્થાન બનાવી રાખવા માંગે છે ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંઘી પોતાના સ્થાને નવા અધ્ક્ષય લાવવાની કવાયત તેજ બનાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. રવિવારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના અનેક મોટા નેતાઓ સંગઠનમાંથી પોતાના હોદ્દા છોડી રહ્યા છે આવી સ્થિતિમાં કોંગ્રેસમાં પણ બભરાટફેલાયો ચે જેને લઈને આજરોજ આ ખાર બેઠકનું આયોજન કરાયું હતું.

કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાયેલી બેઠકમાં અનેક નેતાઓએ ઓનલાઈન પણ ભાગ લીધો હતો. ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, તેમની માતા અને વર્તમાન પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઓનલાઈન બેઠકમાં સામેલ થયા હતા. ત્રણેય એક સાથે બેઠા અને એક જ રૂમમાંથી સભામાં જોડાયા.આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, દીપેન્દ્ર હુડ્ડા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વગેરે પણ ઓનલાઈન મીટિંગમાં સામેલ થયા હતા.

સૂત્રોની જો માનવામાં આવે તો પાર્ટીમાં નીતિવિષયક દિશાહીનતા અંગે ભારે ચર્ચા થઈ હતી. કોઈએ ગાંધી પરિવારનો સીધો વિરોધ કર્યો નથી, પરંતુ તાજેતરના રાજીનામામાં લખેલી ભાષાનો ઉપયોગ કરીને, ઘણા નેતાઓએ પક્ષને કોઈ એક પરિવાર પર નિર્ભરતા ટાળવા માટે નિર્દેશ કર્યો હતો. માનવામાં આવે છે કે આ પછી પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી કરાવવા પર સહમતિ બની છે.

કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે થશે. આ માટે 22મી સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 24મી સપ્ટેમ્બરથી નામાંકન શરૂ થશે અને 30મી સપ્ટેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે. આ પછી 19 ઓક્ટોબરે મતગણતરી બાદ નવા પ્રમુખની ઘોષણા કરવામાં આવશે.

Exit mobile version