Site icon Revoi.in

કેનેડીયન પીએમના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રીયા – ‘આતંકવાદ સામેની લડાઈમાં કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં’

Social Share

દિલ્હીઃ- કેનેડાના પીએમએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી અંગે વાત કરી હતી, જે બાદ ભારતે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પછી જ કેનેડા સરકારના આ નિવેદન પર  ભારતે રોષ વ્કોંયક્ગ્રેત કરી સખ્સેત નિંદા કરી હતી.

આ મમાલે હવે કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું છે કે આતંકવાદ સામે આપણા દેશની લડાઈ બેફામ હોવી જોઈએ. સાથે જ કહ્યું કે દેશના હિતોને સર્વોપરી રાખવા જોઈએ.

આજરોજ મંગળવારે ભારતે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના કેનેડા સરકારના વાહિયાત આરોપોને ફગાવી દીધાના કલાકો બાદ કોંગ્રેસ તરફથી આ પ્રતિક્રિયા આવી છે.

કોંગ્રેસ નેતા  જયરામ રમેશે કહ્યું કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા માને છે કે આતંકવાદ સામે આપણા દેશની લડાઈમાં સમાધાન ન થવું જોઈએ, ખાસ કરીને જ્યારે આતંકવાદ ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે છે.” તેમણે કહ્યું, “આપણા દેશના હિતો અને ચિંતાઓને હંમેશા સર્વોપરી રાખવી જોઈએ.”

ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સામેલ છે. જો કે, ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે અને ટ્રુડોને યોગ્ય જવાબ આપ્યો છે.આ બાબતે કોંગ્રેસે પણ પ્રતિક્રીયા આપી છે.

Exit mobile version