Site icon Revoi.in

કોંગ્રેસ દ્વારા ખેડબ્રહ્મા અને ભીલોડામાં પક્ષનો દ્રોહ કરનારા નેતાઓ સામે નવ સંકલ્પ સંમેલનો યોજાશે

Social Share

અમદાવાદઃ કોંગ્રેસે જે નેતાઓને માન-પાન સન્માન આપ્યું હોય એવા નેતાઓ વફાદારી ભૂલીને પ્રજાનો અને પક્ષનો દ્રોહ કરીને કોંગ્રેસ છાડીને ભાજપમાં જોડાયા છે. તેવા ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ તેમજ ભિલોડાના કોંગ્રેસના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો.જોશીયારાના પૂત્ર તાજેતરમાં ભાજપમાં જોડાયા છે, ત્યારે કોંગ્રેસે પરંપરાગત આ બન્ને બેઠકો પર પુનઃ કબજો કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જનતાના આશીર્વાદનો પ્રજાદ્રોહ – પક્ષદ્રોહ કરનાર લોકોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે  આજે તા. 1/06/2022 બુધવારના રોજ ખેડબ્રહ્માના ઉંડવા ખાતે અને તા. 2/06/2022 ગુરૂવારના રોજ ભિલોડા ખાતે વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં ‘નવ સંકલ્પ સંમેલનો યાજોશે.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડબ્રહ્મા અને ભિલોડામાં યોજાનારા નવ સંકલ્પ સંમેલન’માં ગુજરાત કૉંગ્રેસ સમિતના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી, ગુજરાતના સંગઠન સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોર સહિત જિલ્લા, તાલુકાના હોદેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, ધારાસભ્યઓ, પ્રદેશ કોગ્રેસ સમિતના હોદેદારઓ, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો અને સ્થાનિક નાગરિકો હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડબ્રહ્મા અને ભિલોડા તાલુકો આદિવાસી વસતી ધરાવતો વિસ્તાર છે, આ બન્ને તાલુકામાં વર્ષોથી કોંગ્રેસ જીતતી આવી છે. અને ખેડબ્રહ્મામાના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીમાનું આપીને તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. પ્રજા અને પક્ષનો દ્રોહ કરનારા કોટવાલને ખૂલ્લા પાડવા કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસના સ્વર્ગવાસી ધારાસભ્ય ડો અનિલ જોશિયારાના પૂત્ર પણ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસે પોતાના મત વિસ્તારમાં પક્ષ પલટુઓને સબક શીખડાવવા નવ સંકલ્પ સંમેલનનું આયોજન કર્યું છે.