- શિયાળામાં તલના લાડુનું કરો સેવન
- સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
- અનેક રોગોને કરશે ચપટી ભરમાં દૂર
શિયાળામાં શરીર માટે તલએ ઉતમ અને ગુણકારી છે. તલ ત્રણ પ્રકારના હોય છે.કાળા –સફેદ અને લાલ.તલની અંદર પ્રોટીન, કેલ્શિયમ,લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં હોય છે.જેથી શિયાળાની ઋતુમાં લોકો તલના લાડુ બનાવીને ખાતા હોય છે.તલના લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે. તે ગોળ અને મગફળી વડે બનાવવામાં આવે છે. તલના બીજ તેમના પોષક ફાયદાઓ માટે જાણીતા છે, જ્યારે ગોળ મીઠાઈનો સ્વસ્થ વિકલ્પ છે.
તલ અથવા તલના બીજ પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તલના અનેક સ્વાસ્થ્ય લાભો છે. તેલથી ભરપૂર આ નાના બીજ પ્રોટીન, વિટામિન અને એન્ટીઑકિસડન્ટોના ઉત્તમ સ્ત્રોત છે. તલના બીજમાં તેલ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચા, હાડકાં અને વાળ માટે ઉત્તમ છે.
તેલમાં એવા સંયોજનો હોય છે જે હાડકાંને સ્વસ્થ બનાવે છે. તેઓ લીવર અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તલના બીજ ખાસ કરીને કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ખનિજો નવા હાડકાં બનાવવામાં અને હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.