Site icon Revoi.in

મુંબઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ડ્રેસ કોડ બદલવાનો નિર્ણય, હવે નહીં ચાલે ગાઉન અને હેટ

Social Share

મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ડ્રેસ કોડ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાળો કોટ અને હેટના સ્થાને હવે ભારતીય પરંપરાગત વેશભૂષામાં દીક્ષાંત સમારંભ યોજાશે.

નવા ભારતીય વેશભૂષાવાળા ડ્રેસ કોડને નિર્ધારીત કરવા માટે વાઈસ ચાન્સેલરે કમિટીની સ્થાપના કરવામાં આવશે.

યુનિવર્સિટીની વ્યવસ્થાપન પરિષદે ડ્રેસ કોડ બદલવાના નિર્ણયને આજે મંજૂરી આપી છે.

આના પેહલા સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટીમાં પણ દીક્ષાંત સમારંભમાં ભારતીય વેશભૂષા લાગુ કરવાનો નિર્ણય ગત વર્ષે કરવામાં આવ્યો હતો.