Site icon Revoi.in

કોથમીરના પાંદડા બગડી જાય છે,તો રાખતા પહેલાં ફોલો કરો Kitchen Hacks

Social Share

કોથમીરનો ઉપયોગ દરેક શાક અને કઠોળમાં થાય છે.એવામાં મહિલાઓ બજારમાંથી જ વધારે કોથમીર લઈને આવે છે, પરંતુ રસોડામાં લાંબા સમય સુધી પડી રેવાને કારણે કોથમીર બગડવા લાગે છે.કોથમીરના પાન પીળા થવા લાગે છે. એવામાં અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશું જેના દ્વારા તમે ધાણાને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો.તો આવો જાણીએ આવી જ કેટલીક ટ્રિક્સ…

પાંદડા સડશે નહીં

જો કોથમીરને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે સડવા લાગે છે.આ કિસ્સામાં, તમે તેમને સંગ્રહિત કરવા માટે પાણીનો ઉપયોગ કરી શકો છો.એક ગ્લાસ પાણીમાં કોથમીરની ડાળીને બોળી લો.પછી તેને પ્લાસ્ટિકની થેલીઓથી ઢાંકી દો.48 કલાક પછી પાણી બદલતા રહો. આનાથી કોથમીર સંપૂર્ણપણે તાજી રહેશે અને તેનો રંગ પણ બગડશે નહીં.

કોથમીર ઝીણી સમારી ફ્રીજમાં રાખો

તમે કોથમીરને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો.કોથમીરના પાનને બારીક સમારી લો.પછી તેને પ્લાસ્ટિકના બોક્સમાં ભરીને ફ્રીજમાં રાખો.આ રીતે કોથમીરના પાંદડા પણ સંપૂર્ણપણે તાજા રહેશે.

પ્લાસ્ટિકની થેલીમાં સ્ટોર કરો

તમે કોથમીરના પાંદડાને ઝિપ લોક પ્લાસ્ટિક બેગમાં સ્ટોર કરી શકો છો.કોથમીરને ધોઈને સૂકવી, પછી પાંદડાને ટીશ્યુ પેપરમાં લપેટીને રાખો.કોથમીરને ટીશ્યુ પેપરમાં લપેટીને પ્લાસ્ટિકની થેલીમાં મુકો.આનાથી કોથમીરના પાન સંપૂર્ણપણે તાજા રહેશે.