Site icon Revoi.in

ભારતમાં કોરોના કેસમાં ઝડપી ગતિએ વધારો, છેલ્લા 24 કલાકમાં જ 3 હજારથી વધુ નવા કેસો નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે, ઘીરે ઘીરે રોજેરોજ નોંધાતા નવા કેસોની સંખ્યા ગતિ પકડી રહી છે ત્યારે છેલ્લા 6 મહિના બાદ દેશમાં ફરી એક વખત કોરોનાન દૈનિક કેસનો આંકડો 3 હજારને પાર નોંધાયો છે જેણે સરકારની ચિંતા વધારી છે તો લકોમાં ફરી એક વખત ભય ફેલાવ્યો છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામા આવે તો આ દરમિયાન દેશમાં કુલ 3 હજાર 16 કોરોનાના નવા કેસો નોંધાયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વીટને આ અંગેની જાણકારી શેર કરી છે. આ સાથએ જ જો સમાન સમયગાળા દરમિયાન કોરોનામાંથી સાજા થયેલા દર્છેદીઓની વાત કરીએ તો  કુલ 1 હજાર 396 લોકો સાજા થયા છે.

આ સરહીત કોરોનાના વધતા કેસોએ ફરી ચિંતા વધારી છે કારણ કે હવે સક્રિય કેસોની સંખ્યા ઝડપથી વધતી જઈ રહી છે હવે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને  13 હજાર 509 થઈ ગઈ ચૂકી છે.

આજરોજ ગુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના સંક્રમણનો  દૈનિક દર 2.73 ટકા નોંધાયો  છે અને કોરોનાનો સાપ્તાહિક દર 1.71 ટકા  જોવા મળે છે.

, દેશમાં હાલમાં  સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.03 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.78 ટકા  જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોરોનાનો મૃત્જ્યાયું દર  1.19 ટકા  જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ના મનાર્ચ મહિનાથઈ ભારતમાં કોરોનાએ પગપેસારો કર્યો હતો ત્યાર બાદ કોરોનાની પહેલી અને બીજી લહેર આવી ગઈ હતી જો કે ઝડપી રસીકરણને લઈને કોરોનાને માત આપવામાં ભારત દેશ સૌથી આગળ હતો ત્યારે હવે ફરી એક વખત ભારતમાં વધતા જતા કોરોનાના કેસોએ લોકોમાં ચિંતા વધારી છે.

 

Exit mobile version