Site icon Revoi.in

દેશમાં હવે ઘટી રહ્યા છે કોરોનાના કેસો – એક ટકાથી પણ ઓછી જોવા મળે છે સક્રિય કેસોની સંખ્યા

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારીની શરુઆત થઈ હતી ત્યાર બાદ બીજી લહેર  જોખમી સાબિત થઈ આ સ્થિતિમાં અનેક નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની સતત આગાહી કરવામાં આવી હતી જો,કે બીજી લહેર સમાપ્ત થતા કોરોનાના કેસોમાં હવે રાહત  જોવા મળી રહી છે,દેશમાં કોરોના સંક્રમિત કે જેઓ સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓની સંખ્યા હવે  એક ટકાથી પણ ઓછી છે.

વિતેલા દિવસને મંગળવારના રોજ  26 હજાર 579 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા હતા, ત્યારબાદ સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 2 લાખ 14 હજાર 900 થઈ ચૂકી . આ સંખ્યા દેશમાં કુલ જોવા મળતા કોરોના કેસોના માત્ર 0.63 ટકા છે. આ સાથે, સંક્મણમાંથી સાજા થનારાઓના દરમાં  પણ સુધારો થયો છે. હવે રિકવરી રેટ 98.04 ટકા સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષે માર્ચ પછીનો સૌથી ઓછો રેશિયો છે.

હાલની જો વાત કરવામાં આવે તો દેશમાં અત્યારે સારવાર થઈ રહેલા જેટલા પણ દર્દીઓ છે તેમની સંખ્યા 212 દિવસમાં સૌથી ઓછી જોવા મળી છે. મંગળવારે દેશમાં 14 હજાર 313 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યામાં કુલ 12 હજાર 447 નો ઘટાડો નોંધાયો હતો.

આ સાથે જ હવે  દેશમાં સંક્રમણનો સાપ્તાહિક સકારાત્મકતા દર 1.48 ટકા પર આવી ગયો છે, જે 190 દિવસમાં સૌથી ઓછો કહી શકાય છે. જ્યારે દૈનિક સકારાત્મકતા દર 1.21 ટકા છે, જે 43 દિવસમાં સૌથી ઓછો છે.

દેશના આ એવા પાંચ રાજ્યો છે કે જ્યા કોરોનાના કેસો સૌથી ઓછા જોવા મળી રહ્યા છે જેમાં  બિહાર, રાજ્સ્થાન,અંડમાન નિકોબાર,દાદરનગર હવેલી અને લક્ષદિપનો સમાવેશ થાય છે જ્યા ક્રમશઃ36,35,10,04, અને 03 કેસ જોવા મળે છે.

તો બીજી તરફ દેશના આ કેટલાક રાજ્યો એવા છે કે જ્યા કોરોનાના સૌથી વધુ કેસો જોવા મળે છે, જેમાં કેરળમાં 1 લાખ,2 હજાર 12 કેસ, મહારાશ્ટ્રમાં 35 હદાર 710 કેસ,તામિલનાડુમાં 15 હજાર 922 કેસ ,મિઝરમમાં 14 હદાર 381 કેસો અને કર્ણાટકમાં 9 હજારથી વધુ કેસો જોવા મળી રહ્યા છે.

દેશમાં કોરોના સંક્રમણપને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4.50 લાખને પાર કરી ગયો છે. આ સાથે, વિશ્વમાં કોરોનાને કારણે મહત્તમ મૃત્યુની દ્રષ્ટિએ ભારત ત્રીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની ગયો છે. આ યાદીમાં અમેરિકા સાત લાખ મૃત્યુ સાથે પ્રથમ નંબરે અને છ લાખ મૃત્યુ સાથે બ્રાઝીલ બીજા નંબરે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આકંડાઓ પ્રમાણે વિતેલા દિવસને મંગળવારે દેશમાં 181 દર્દીઓ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ કોરોનાના કારણે મૃત્યુઆંક 4 લાખ 50 હજાર 963 પર પહોંચી ગયો હતો. મૃત્યુદર 1.33 ટકા જોવા મળે છે.આ સાથે જ મૃત્યુદરની દ્રષ્ટિએ, દેશના ત્રણ રાજ્યો સૌથી ખરાબ  સ્થિતિમાં જોઈ શકાય છે, જેમાં પંજાબ (2.75%), ઉત્તરાખંડ (2.15%) અને મહારાષ્ટ્ર (2.13%) નો સમાવેશ થાય છે. આ સાથે જ  કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે કારગાર ગણાતી વેક્સિનને પ્રક્રિયા તેજ બનાવવાની તજવીજ હાથ ઘરાી હતી,જેને લઈને કોરોનાના સંક્રમણ ફેલાવતું અટકાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે,