Site icon Revoi.in

વિતેલા દિવસની તુલનામાં કોરોનાના કેસમાં ઘટાડો – છેલ્લા 24 કલાકમાં 6,500થી વધુ નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 49 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો નોંધાઈ રહ્યો ચે જો કે વિતેલા દિવસે કોરોનાના કેસનો આંકડો 8 હજારને પાર હતો ત્યારે હવે કોરોનાના કેસમાં આજે રાહતના સમાચાર સામે આવ્યા છે કારણ કે આ આકંડો હવે 6 હજાર પર આવીને અટક્યો છે ,એટલે કે વિતેલા દિવસની તુલનામાં કોરોનાના કેસોમાં ભારેલ ઘટાડો નોંધાયો છે.

જો વાત કરવામાં આવે દેશમાં છેલ્લા 24 કલાકની તો  6 હજાર 518 નવા કેસ નોંધાયો છે,આ સમાનગાળા દરમિયાન કોરોનાના 5 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, છેલ્લા ત્રણ દિવસની તુલનામાં દેશમાં ઓછા હતા. 

જો દેશમાં સક્રિય. કેસોની વાત કરીએ તો તે હવે 50  હજારનો આકંડો વટાવી ચૂક્યા છે.મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 50,548 થઈ ગયા છે. દૈનિક હકારાત્મકતા દર વધીને 2.05 ટકા થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1, હજાર 885 નવા કેસ નોંધાયા છે. 774 દર્દીઓ સાજા થયા, 1 દર્દીનું મોત. અહીં સક્રિય કેસ 17 હજાર 480 છે. મુંબઈમાં BA.4ના 3 દર્દી અને BA.5 વેરિઅન્ટનો 1 દર્દી મળી આવ્યો છે. આ પહેલા રવિવારે કોરોનાના 2,946 કેસ નોંધાયા હતા.