Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો- 24 કલાકમાં નોંધાયા 2,593 કેસ,એક્ટિલ કેસની સંખ્યા 15 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશઙરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ,દૈનિક કેસો ઘટી રહ્યા હતા તેવી સ્થિતિમાં અચાનક દેશની રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કોરોનાના કેસો છૂટા છવાયા નોંધાવા લાગ્યા ત્યાર બાદ કોરોનાના દૈનિક કેસો ફરી એક વખત વધ્યા.

હવે દેશમાં કોરોનાના કેસોનો આંકડો 2હજારને પણ પાર પહોચ્યો છે જો છેલ્લા 24 કલાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દેશમાં 2 હજાર 593 નવા કેસ નોંધાયા છે તો સાથે 44 લોકોના મોત થયા છે. 

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દૈનિક કેસો જેમ વધી રહ્યા ચે તે રીતે એક્ટિવ કેસ પણ વધી રહ્યા ચે હાલ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 15 હજાર 873 છે. ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે દેશમાં નોંધાતા કેસોમાં મોટા ભાગના કેસ દિલ્હીના હોય છે ,દિલ્હીના  યદતા કેસોએ દૈનિક કેસોનો આંકડો વધાર્યો છે,જો કે આ સ્થિતિને લઈને હવે દિલ્હીમાં ફરી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.