Site icon Revoi.in

દેશમાં કોરનાનો નવો રેકોર્ડ – એક જ દિવસમાં 40 હજાર નવા કેસો નોંધાયા- 681 લોકોના મોત

Social Share

સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધવાની ગતિએ હવે દજોર પકડ્યું છે,દિવસને દિવસે સતત કરોનાના નવા કેસો ઉમેરાય રહ્યા છે,ત્યારે દેશમાં કોરોનાના આકંડાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે જે મુજબ છેલ્લા 24 કલાકમાં જ 40 હજાર નવા કેસો સામે આવ્યા છે તો 681 લકોના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે,માત્ર એકજ દિવસમાં હજારોની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાવાનો આ મોટો રેકોર્ડ છે,સ્વાલસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ,દેશમાં હાલ કુલ કોરોનાના દર્દીઓનો આંકડો 11 લાખ 18 હજાર 43એ પહોંચ્યો છે,જેમાંથી અત્યાર સુધી કુલ 27 હજાર 497 લોકો જીવ ગુમાવ્યા છે.

દેશમાં કોરોનાનો વધતો આકંડો રોજ નવો રેકોર્ડ નોંધાવી રહ્યો છે,જોકે તેના સામે ભારતમાં મૃ્તયુ પામનારાની સંખ્યા અન્ય દોશોની સરખામનણીમાં ખુબ જ ઓછી જોવા મળે છે,તેની સાથે જ કોરોનાના દર્દીઓ સાજા થવાની સંખ્યા પણ મોટી નોંધાય છે.જેમ જેમ કોસો વધી રહ્યા છે તેની સામે દર્દીઓ સાજા થવાનો આંકડો પણ વધી જ રહ્યો છે જે આપણા દેશ માટે સારી બાબત કહી શકાય છે.

હાલ દેશમાં એક્ટિવ કોસોની સંખ્યા 3 લાખ 90 હજારથી વધુ છે,દેશનું રાજ્ય મહારાષ્ટ્ર કોરોનાની બાબતે મોખરે છે,જ્યા વિતેલા દિવસે 9 હજાર 500 નવા કેસો સામે આવ્યા છે,જ્યા હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા અહી 3 લાખ 10 હજાર છે જેમાં 11 હદાર 854 લોકો મોતને ભેટ્યા છે.

મહારાષ્ટ્ બાદ કોરોનાની બાબતે તમિલનાડૂનો બીજો નંબર આવે છે,જ્યા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે હાલ અહી કોરોનાના દર્દીઓની સંખ્ય। 50 હજાર થી પણ વધુ છે,તો અત્યાર સુધી કુલ દર્દીઓનો આંકડો 1 લાખ 70 હજાર 693 થયો છે,જેમાં 3 હજારથઈ પણ વધુ લોકોના મોત નિપજ્યા છે,તો સામે 1 લાખ 18 હજારથી પણ વધુ લોકો સાજા થયા છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની ગતિ પણ રુકાવટ જોવા મળે છે,જ્યા ગહઈ કાલે 1200 નવા કેસ સામે આવ્યા છે,તેનીા સાથએ કુવલ દર્દીઓની સંખ્યા 1 લાખ 22 હજાર 793એ પહોંચી છે,જેમાંથી 1 લાખ 3 હજાર 134 દર્દીઓ સાજા થયા છે ત્યારે હાલના એક્ટિવ કેસોની સંખ્યા 16 હજદારથઈ વધુ છે.
દેશના રાજ્ય કર્ણાટકમાં દર્દીઓની સંખ્યા 63 હજારથી પણ વધુ થઈ ચૂકી છે,જેમાંથી 1331 લોકોના મોત થયા છે,ત્યારે હાલના એક્ચટિવ કેસોની સંખ્યા 39 હજારછી પણ વધુ છે,જ્યારે અત્યાર સુધી 23 હજારથી વધુ દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે.

ત્યારે હવે કોરોનાના વધતા કેસોને લઈને ભારતના દરેક નાગરિકો પોતે જ સાવચેત અને સતર્ક રહેવાની જરુર છે,સોશ્યિલ ડિસ્ટન્સિંગ તેમ જ માસ્ક પહેરવું,સેનેટાઈઠરનો ઉપયોગ કરવો વગેરે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવું પડશે તો જ આપણે કોરોના મહામારીને માત આપી શકીશું.

સાહીન-