Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસ  છેલ્લા 24 કલાકમાં 10 હજારને પાર નોંધાયા, સક્રિય કેસો 63 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ-  દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે,એક વખત ફરી કોરોનાના કેસ ઝડપી ગતિે વધતા જોવા મળી રહ્યા છએ જેને લઈને સ્કરિય કેસો પણ 63 હજારને પાર નોંધાયા છે.તો સાથે જ અનેક રાજ્યોએ કોરોનાને લઈને નિયમો પણ જારી કર્યા છે ત્યારે હવે ફરી એક વખત દૈનિક નોંધાતા કેસ 10 હજારને પાર નોંધાયા છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના 10 હજાર 542 નવા કેસ નોંધાયા છે.જે ગઈકાલની સરખામણીમાં વધુ કેસ છે.ગઈકાલે કોરોનાના  7 હજાર 633 નવા કેસ નોંધાયા હતા. આ સંદર્ભમાં આજે કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાયો છે.

કોરોનાની દૈનિક સકારાત્મકતા દરની જો વાત કરીએ તો 4.39 ટકા જોવા મળે છે. જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 5.14 પર પહોંચી ગયો છે. જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો 63 હજાર 562 સક્રિય કેસો જોવા મળે  છે.

આ સહીત જો કોરોનામાંથી સાજા થવાના દર એટલે કે રિકવરી રેટની વાત કરવામાં આવે તો તે  98.67 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 8 હજાર 175 લોકોએ કોરોનાને માત આપી છે અને તેઓ સ્વસ્થ્ય થયા છે.